Gujarat

ગોધરામાં કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં ઝપાઝપીના દૃશ્યો જાેવા મળ્યા

ગોધરા
વિધાનસભાની ચુંટણીના પગલે ગોધરા બેઠક પર આવેલા કોંગ્રેસના નિરિક્ષકો સમક્ષ જ કોંગી કાર્યકરો વચ્ચે તું તું મેં મેં બાદ ઝપાઝપી થતાં_ મામલો ગરમાયો હતો. જાેકે આગેવાનો અને નિરિક્ષકોએ દરમિયાનગીરી કરી બંનેને છુટા પાડતા મામલો સમેટાયો હતો. રાજયની આવનારી વિધાનસભાની ચુંટણીના પગલે ગોધરા વિધાનસભા માટે કોંગ્રેસની સમીક્ષા બેઠક બુધવારે ભુરાવાવની લુહાર સુથારની વાડીમાં યોજાઇ હતી. જેમાં એઆઈસીસી મંત્રી અને મધ્ય ગુજરાત કોંગ્રેસ પક્ષના નિરીક્ષક ઉષા નાયડુ , એઆઈસીસી નિરીક્ષક તારાચંદ ભગોરા, માજી સાંસદ ડોક્ટર પ્રભા તાવિયાડ, અશોક પંજાબી, ચિરાગ શેખ મહામંત્રી પીસીસી તથા પંચમહાલ કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભટ્ટી સહીત કાર્યક્રરો ઉપસ્થીત રહ્યા હતા. સમીક્ષા બેઠકમાં નિરિક્ષકે સ્થાનિક કક્ષાના કાર્યક્રરોને માઇક આપીને ઉમેદવાર વિશે અભિપ્રાય માંગ્યા હતા. ત્યારે ગોધરાનો ઝુલ્ફીકાર નામના કોગ્રેસના કાર્યકરે ગત વર્ષે હારેલા કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસીંહ પટેલને ચુંટણી આવતા દેખાયા હોવાનો આક્ષેપ કરતાં રાજેન્દ્રસિંહના ટેકેદાર છીપાં તાજપુરના સરપંચ પ્રતાપસિંહે વિરોધ કરતાં મામલો ઉગ્ર બન્યો હતો. કાર્યકર તથા હારેલા ઉમેદવારના ટેકદારો વચ્ચે બોલાચાલી કરીને બાખડતા કોગ્રેસના અન્ય કાર્યકરો દ્વારા બોલાચાલી કરતા કાર્યકરો અને ટેકેદારોને સમજાવવા છતાં ઉગ્ર બોલાચાલી ચાલુ રહી હતી. ત્યારે મધ્ય ગુજરાત કોંગ્રેસ પક્ષના નિરીક્ષક ઉષા નાયડુ બૂમો પાડતા રહ્યા પરતું કોઈ કાર્યકરોએ સાંભળ્યું ન હતું. ત્યારે ચિરાગભાઈ શેખે જાહેરમાં માઇક લઈ કીધું હતું કે આ મિટિંગ કોઈ વ્યક્તિગત વિરોધ કરવાની મિટિંગ નથી. ઉગ્ર બોલાચાલી બાદ અન્ય કાર્યક્રરોની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. ત્યારે કોગ્રેસ પક્ષની ગોધરા વિધાનસભા માટેની સમીક્ષા બેઠકમાં બબાલ થતાં આવનારી ચુંટણીમાં તેના પડધા પડે છે કે નહિ તે દેખવાનુ રહેશે. કોગ્રેસ પક્ષની ગોધરા વિધાનસભાની સમીક્ષા બેઠકમાં કાર્યકર અને ટેકેદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બોલાચાલીને લઇને મેં અને આવેલા નિરિક્ષકોએ શાંત રહેવા અપીલ કરી હતી. નિરિક્ષકે કોગ્રેસ પક્ષમાં ડીસીપ્લીનમાં રજુઆત કરવા જણાવીને બંને ઠપકો આપ્યો હતો. ગોધરા વિધાનસભાની ચુંટણીમાં બક્ષીપંચ અને મુસ્લીમ મતો નિર્ણાયક હોય છે. ત્યારે કોગ્રેસ એઆઈસીસી અને મધ્ય ગુજરાત કોંગ્રેસ પક્ષના નિરીક્ષક ઉષા નાયડુ અને અન્ય નિરીક્ષકો પંચમહાલ જિલ્લાના વિધાનસભા બેઠક પરના પ્રવાસ દરમ્યાન પ્રથમ ગોધરા વિધાનસભાની સમીક્ષા બેઠકમાં મામલો ઉગ્ર બન્યો હતો. હાલોલ વિધાનસભાની સમીક્ષા બેઠક શાંતિપુર્ણ રીતે પુર્ણ થઇ હતી. શુક્રવારે શહેરા વિધાનસભા બેઠકની સમીક્ષા બેઠક યોજાશે. સમીક્ષા બેઠકમાં કાર્યકરોને મોટિવેશન આપી દરેકના પ્રશ્નો અંગે ચર્ચા કરી રોડ મેપ તૈયાર કરવામાં આવશે.તેમ જાણવા મળી રહ્યું છે.

File-02-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *