Gujarat

ઘાંટવડ કુમાર શાળાના શિક્ષક નો નવતર આઈડિયા રાજ્ય કક્ષા એ સતત ચોથી વાર પસંદગી પામ્યો    

ગિરગઢડા
    ભરત ગંગદેવ.
 ઘાંટવડ કુમાર શાળાના ઇનોવેટિવ   શિક્ષક નીતિનભાઈ મોરી નો શિક્ષણ ક્ષેત્રો બાળકો ને કઇંક અલગ રીતે શીખવા માટેનો નવતર પ્રયોગ સતત 4 વાર રાજય કક્ષા માટે પસંદગી પામ્યો. તેના ઇનોવેશન *ગણિત વિજ્ઞાન માં તાર્કિક રમતો દ્વારા શિક્ષણ અને  ધોરણ 6 થી 8 ના વિજ્ઞાન વિષયની કલર ચિત્ર બુક*  પર હતું તે ગીર સોમનાથ જિલ્લા પ્રથમ સ્થાને રહી અને રાજ્ય કક્ષા માટે પસંદગી પામ્યું છે.આ પહેલા 3 વાર નીતિનભાઈ ના શિક્ષણ ક્ષેત્ર નવીન આઈડિયા રાજ્ય કક્ષા એ પસંદગી પામેલ હતા.આમ વિજ્ઞાન પ્રદર્શન હોય કે ઇનોવેશન ફેસ્ટિવલ તમામ બાબતમાં શાળા તેમજ ઘાંટવડ ગામના ગૌરવ સમાન શિક્ષક નીતિનભાઈની સિદ્ધિ માં વધુ એક મોરપીંછ ઉમેરાયું.આ તકે ઘાંટવડ કુમાર શાળા SMC કમિટી, શાળા આચાર્ય મહેશભાઇ વાઢેળ અને કુમાર શાળા તમામ સ્ટાફ વતી ખૂબ ખૂબ અભિનંદન.

IMG-20220112-WA0469.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *