Gujarat

ચિત્રાસર ગામ દૂ.ઉ.મંડળીના પૂર્વ સેક્રેટરીએ ૮.૪૯ લાખની ઉચાપત કરી

નડિયાદ
ખેડા તાલુકાના ચિત્રાસર ગામે ભાથીજીવાળા ફળિયામાં રહેતા ભીખાભાઇ ગોતાભાઈ ઠાકોર ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચેરમેન તરીકે ફરજ બજાવે છે. આ દૂધ ઉત્પાદક મંડળીમાં વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ગામના બળદેવ ખોજાભાઈ પરમાર સેક્રેટરી તરીકે હતા. જાેકે બળદેવ પોતે ઓછું ભણેલા હોવાથી મંડળીના પૈસાની લેવડ દેવડ ગામના અંબાલાલ ચતુરભાઈ ઠાકોર કરતા હતા. અંબાલાલ ઠાકોર પોતે દાણા વિતરણ તથા મંડળીના નાણાંની લેવડ દેવડ કરતા હતા. ઓક્ટોબર ૨૦૧૮થી માર્ચ ૨૦૨૦ સુધી ઓડિટર દ્વારા ઓડીટ કરવામાં આવ્યું હતું. દરમિયાન આ દૂધ ઉત્પાદક મંડળીમાં મોટાપાયે ગોલમાલ થઈ હોવાનું રીપોર્ટે ખુલાસો કર્યો હતો. જેમાં સેક્રેટરી બળદેવ પરમાર અને તેના મળતીયા અંબાલાલ ઠાકોરે ભેગા મળી સહકારી મંડળીમાં અમૂલ દાણની ૨૨૦ ગુણ, ન્યુ સુપર પાવર દાણ ૬૦ ગુણ, મકાઈ ભરડો ૩૧૦ ગુણ તથા સ્પેશ્યલ વિઝિટ અને ગ્રાહક ચૂકવણીના બાકી ખાતે મળી કુલ રૂપિયા ૮ લાખ ૪૯ હજાર ૮૧૭ની ગોલમાલ આચરી હતી. હિસાબ ન મળતા આ રકમની કાયમી ઉચાપતનો ચોંકાવનાર ખુલાસો થયો હતો. આથી આ ઉચાપત સંદર્ભે જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા પોલીસ ફરિયાદનો હુકમ થતાં હાલના ચેરમેન ભીખાભાઇ ઠાકોરે ઉપરોક્ત નાણાં ચાઉ કરનાર માજી સેક્રેટરી બળદેવ પરમાર અને તેના મળતીયા અંબાલાલ ઠાકોર સામે ખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૦૯, ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.સહકારી માળાખાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ખેડા જિલ્લામાં એક પછી એક ઉચાપતના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. ખેડાના ચિત્રાસર ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના માજી સેક્રેટરીએ લાખોની ઉચાપત આચરતાં ચકચાર મચી જવા પામી છે. આ માજી સેક્રેટરી ઓછુ ભણેલા હોવાથી તેના મળતીયાને સાથે રાખી મંડળીમાંથી કુલ રૂપિયા ૮ લાખ ૪૯ હજાર ૮૧૭ની કાયમી ઉચાપત આચરી નાણાં ચાઉ કર્યા છે. આ મામલે ખેડા ટાઉન પોલીસમાં માજી સેક્રેટરી અને લેવડ દેવડ કરતાં તેના મળતીયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *