Gujarat

ચોટીલા-આણંદપર રોડ પર મહિલા ચાલક કાર પર કાબૂ ગુમાવતાં કાર નાળામાં ખાબકી, ચાલકનો આબાદ બચાવ

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર દિન પ્રતિદિન અકસ્માતો વધી રહ્યા છે. અકસ્માતોના કારણે અનેક લોકોના જીવો પણ આ અકાળે મોતને ભેંટી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા આણંદપર રોડ ઉપર મહિલા ચાલકે પોતાની કારના સ્ટેયરીંગ ઉપરથી કાબૂ ગુમાવતાં કાર નાળામાં ખાબકી હતી. જેમાં મહિલા ડ્રાઇવરને ઇજાઓ પહોંચી હતી. જેથી તેણીનીને તાત્કાલિક અસરે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તાકીદે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણકારી મળતાં તાત્કાલિક ચોટીલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. ત્યારે આ કારની મહિલા ડ્રાઇવરને હાલમાં ચોટીલા ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *