Gujarat

છેલ્લા ત્રણેક દિવસથી સાવરકુંડલા તાલુકા અને ખાંભા તાલુકાના બે ત્રણ ગામોની સીમમાં આગ લાગવાની ઘટના બની  છે. ઉનાળાની આ ધોમધખતાં તાપમાનમાં આગને બુઝાવવાની કામગીરી પ્રત્યે તંત્ર દ્વારા સતર્કતાથી કામ લેવામાં આવે છે.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–છેલ્લા બે ત્રણ દિવસમાં જ ખાંભા અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આગ લાગે છે. ખરેખર આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આવી આકસ્મિક રીતે લાગતી આગ એ ચિંતાનો વિષય છે. આમ આ બે ત્રણ દિવસમાં જ ખાંભા અને સાવરકુંડલા તાલુકાના બે ત્રણ ગ્રામ્ય વિસ્તારોમાં આગની ઘટના બની છે. પ્રથમ નેસડી, ત્યારબાદ વાંકિયા ભાડ અને હવે ખાંભા તાલુકાના લાસા અને  ખડકાળા રેલવે ટ્રેક આસપાસ આગ લાગી. આમ આગને હવે સાવરકુંડલા અને ખાંભા તાલુકામાં ખૂબ ગોઠી ગયું હોય તેવું લાગે છે. આમ અવારનવાર લાગતી આગ એ પણ ચિંતાનો વિષય તો છે જ પછી ભલે તે રેવન્યુ વિસ્તારમાં હોય, રેલવે વિસ્તારમાં હોય કે જંગલ વિસ્તારમાં પરંતુ આમ અચાનક કોઈ આકસ્મિક કારણોથી લાગતી આગને કાબુમાં લેવા માટે તંત્ર દ્વારા ચોવીસે કલાક સતર્ક રહેવું જરૂરી છે અને આ કામગીરી સંભાળતા જવાબદાર પદાધિકારીઓ કે હોદેદારોએ પણ આ અંગે સતત સતર્કતા દાખવી જરૂરી છે. અચાનક લાગતી આગને વહેલી તકે ઓલવવામા આવે તો ઘણી જાનમાલનું નુકસાન રોકી શકાય છે. એટલે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફાયરબ્રિગેડ સંભાળતા કર્મચારીઓ અને અધિકારીઓએ હમેશાં હાઈ એલર્ટ મોડ પર જ રહેવું જોઈએ.  આમ પણ દર્દ, આગ અને દુશ્મનને જેટલી વહેલી તકે ડામી દઈએ તેટલું શ્રેયકર હોય છે.. વર્ના યે તો આગ હૈ.. ઉસકા કામ તો જલના ઔર જલાના હૈ, ભાઈસાબ..

IMG-20220320-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *