ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓની સુચના અને માર્ગદર્શન આધારે એવી કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓના સંકલનમાં રહી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાઓ કરેલ જે અનુસંધાને પો.સ.ઇ. સી.એમ.ગામીત નાઓએ ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે કવાંટ પોલીસ સ્ટેશનના I ગુ.ર.નં. ૩૩/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૦૨, ૩૪ મુજબના કામનો નાશતો ફરતો આરોપી શૈલેષભાઈ શંકરભાઈ રાઠવા રહે. મોટી ટીટોડ તા. કવાંટ જિલ્લો છોટાઉદેપુર નાનો બોટાદ જિલ્લાના સાલૈયા ગામે હોવાની હકીકત મળતા પો.સ.ઇ. સી.એમ.ગામીત નાઓએ કવાંટ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના માણસોને તત્કાલીક બોટાદ જિલ્લાના સાલૈયા ગામે મોકલેલ જ્યાં સ્થાનિક પોલીસની મદદ મેળવી આરોપી શૈલેષભાઈ શંકરભાઈ રાઠવા રહે, મેટી ટીટોડ તા કવાંટ જિલ્લો છોટાઉદેપુર નાઓને પકડી પાડી કવાંટ પોલીસ સ્ટેશન ખાતે લવવામાં આવેલ છે. આમ કવાંટ પોલીસ ને છેલ્લા ૭ વર્ષથી નાસ્તો ફરતો ખુન જેવા ગંભીર ગુનાના આરોપીને પકડી પાડવા સફળતા હાથ ધરાયેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

