ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે એ.વી કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓના સકલનમાં રહી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવી જે અનુસઘાને પોલીસ સ્ટાફ માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સ.ઇ. સી.એમ ગામીત કવાંટ પોલીસ સ્ટેશન નાઓને બાતમી હકિકત મળેલ કે કવાંટ પો.સ્ટે સી ગુ.રજી.નં ૨૧૯/૨૦૧૯ પ્રોહિ એક્ટ ક્લમ ૬૫ ઇ મુજબના ગુનાના કામની આરોપી બેન સેવીબેન તે રાયસિંગભાઇ દુરસિંગભાઇ જાતે ભીલ રહે.બોરચાપડા તા.ક્વાંટ જી.છોટાઉદેપુર નાની ક્વૉટ બજારમા આવવાની હોઇ જે બાતમી હકીકત આધારે ક્વાંટ હમીરપુરા ત્રણ રસ્તા વોચ તપાસમાં હતા દરમ્યાન સદરી આરોપી બેન આવતા તેને પકડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે આમ છેલ્લા ચાર વર્ષથી પોતાની ઘરપકડને ટાળી નાસતી ફરતી હોય આરોપી બેનને પકડી પાડવામાં કવાંટ પોલીસને સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
