મહિલાઓ સ્વરક્ષણ માટે સજ્જ થઇ અભયમ બને એ માટે છોટાઉદેપુર રાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને છોટાઉદેપુર નાયબ પોલીસ અધિક્ષક એ, વી, કાટકડ ની સૂચના અને માર્ગદર્શન અનુસાર અને તેમના દ્વારા ફાળવવમાં આવેલ પોલીસ સ્ટાફ દ્વારા છોટાઉદેપુર શહેર માં આવેલ ઇકબાલ હાઇસ્કુલ ખાતે 120 જેટલી વિદ્યાર્થીનિઓ ને મહિલા સ્વરક્ષણ માટેની તાલીમ લીલાબેન રાઠવા ના અધ્યક્ષતામાં આપવામાં આવી, આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રાહ ચેરિટેબલ ટ્રસ્ટના મહામંત્રી લીલાબેન રાઠવા, ચેતનાબેન પંડ્યા, પ્રમુખ ઈર્શાદ ભાઈ ખાલપા, રાહ ચેરિટેબલ ટ્રસ્ટના સેક્રેટરી મુસ્કાન એસ ચિંતામાંણ, સેકેટરી નજમા બેન સહીત ઇકબાલ હાઈ સ્કૂલના ટીચર હાજી સઈદભાઈ અને અન્ય ટીચરો ઉપસ્થિત રહ્યા હતા,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

