છોટાઉદેપુર તાલુકાના હરવાંટ ગામે રહેતા મગનભાઈ વલજીભાઈ નાયકા એ પોતાની જ પત્ની ઉપર વહેમ રાખી કુહાડી ના ઘા કરી હત્યા કરી નાખી હોવા અંગેની ફરિયાદ તારીખ 16/11/2018 ના રોજ છોટાઉદેપુર પોલીસ મથકમા નોંધાઇ હતી,અને પોલીસે હત્યાની ઘટનાને અંજામ આપનાર પતિ મગન નાયકાને ઝડપી પાડ્યો હતો, જે કેસ છોટાઉદેપુર જિલ્લા ન્યાયાલયની સેસન્સ કોર્ટમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ ની દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપી મગનભાઈ વલજીભાઈ નાયકા ,ઉ.વર્ષ 35 નાને આજીવન સખત કેદની સજા અને રૂપિયા દસ હજારનો દંડ નો હુકમ કર્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


