નગરના નાના તળાવ મુદ્દે પ્રમુખ સંગ્રામ રાઠવાએ ભાજપ ના હોદ્દેદારો ઉપર આરોપ લગાવ્યા છે,
છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર એવી છોટાઉદેપુર નગરપાલિકાની આજે બજેટલક્ષી સામાન્ય યોજાઈ હતી જેમાં 26.59 કરોડની પૂરાંત સાથે રૂપિયા 67.66 કરોડનું અત્યારસુધીનું સૌથી વધુ રકમનું મેગા બજેટ રજુ કરવામાં આવ્યું હતું, જોકે બજેટને લઈ સામાન્ય સભામાં વિરોધ પક્ષના સભ્ય પ્રશાંત પટેલ દ્વારા બજેટને લઈ ચર્ચા કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યું હતું,જોકે સત્તા પક્ષની બહુમતી થી બજેટ પારિત કરાયું હતું, સાથે નગરના નાના તળાવ ના બ્યુટીફીકેશન મુદ્દે પણ સભ્ય પ્રશાંત પટેલે ભારે હોબાળો મચાવ્યો હતો ,તળાવની હદમાં થયેલ દબાણોને લઈ દોઢ વર્ષથી કામ શરૂ કરવામાં આવ્યું નથી અને હવે કોન્ટ્રાક્ટર દ્વારા 30 ટકા ભાવ વધારાની માંગ કરવામાં આવી છે ત્યારે ભાવ વધારા અંગે સત્તા પક્ષે ઉચ્ચ કક્ષાએથી માર્ગદર્શન મેળવવા નું જણાવતા પ્રશાંત પટેલે ભાવ વધારા મુદ્દે જવાબદારી ફિક્સ કરવાની માંગ કરી હતી ,જોકે આ મુદ્દે પણ પાલિકા સત્તધીશોએ તળાવની કામગીરી કરવા અંગે માર્ગદર્શન લઈ કામ શરૂ કરાવવા અંગે બહાલી આપતા હાલ વિરોધ કરી જવાબદારી ફિક્સ કરવાની વાત કરનાર પ્રશાંત પટેલ ઉપર જ વળતો પ્રહાર કરી તળાવના કામ માટે સરકાર માંથી ગ્રાન્ટ લાવી પોતાના મળતીયાઓને કોન્ટ્રાકટ અપાવવા માંગતા હતા પરંતુ કાયદેસર ની પ્રક્રિયામાં તેમ ન કરી શકતા તેમના દ્વારા રાજકીય અસ્થિરતા એટલેકે અવિશ્વાનો દોર ચલાવ્યો હતો અને તેને લઈ તળાવના કામમાં વિલંબ થયો હોવાનું પાલિકા પ્રમુખે આરોપ લાવ્યો છે,
બાઈટ: સંગ્રામ રાઠવા , પ્રમુખ ,નગર પાલિકા, છોટાઉદેપુર
જોકે સમગ્ર મામલે પાલિકાના સભ્ય પ્રશાંત પટેલે પ્રમુખ સંગ્રામ રાઠવાના આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


