છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા.૨૮/૦૩/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨ સુધી ગુજરાત માધ્યમિક્ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજીત એસ.એસ.સી./ એચ.એસ.સી સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા છોટાઉદેપુર જિલ્લામાં નિયત થયેલા કેન્દ્રો ખાતે યોજાનાર છે. જેથી પરીક્ષા કેન્દ્રો ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તથા કોઇ પણ પ્રકારની ગેરરીતીઓ સિવાય શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.કે.બારીઆએ
કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જાહેરનામું બહાર પાડી ફરમાવ્યા છે. જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે તા.૨૮/૦૩/૨૦૨૨ થી ૧૨/૦૪/૨૦૨૨ સુધી છોટાઉદેપુર જિલ્લામાં નિયત થયેલા તમામ પરીક્ષા કેન્દ્રો (સ્થળો)ની આજુબાજુમાં આવેલી તમામ ઝેરોક્ષ મશીનની દુકાનોના સંચાલકોને ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા માટે માટે તાકીદ કરાઇ છે. આ ઉપરાંત પરીક્ષા ખંડમાં સેલ્યુલર, મોબાઈલ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, કેલ્ક્યુલેટર જેવા તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવા પર અને પરીક્ષાના દિવસે જિલ્લામાં આવેલ તમામ પરીક્ષા કેન્દ્રોની આજુ-બાજુમાં ૪ કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામાનો કોઈ ભંગ કરશે અથવા ભંગ કરવામાં મદદગારી કરશે તો ગુજરાત પોલીસ
અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથીજણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
