છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘની ચૂંટણી તારીખ 9મી સપ્ટેમ્બરના રોજ યોજનાર છે જેની પ્રક્રિયા 28 ઓગસ્ટ 2022 થી 30 મી ઓગસ્ટ 2022 સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી. તારીખ 31મી ઓગસ્ટ 2022 ના રોજ ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયાની કામગીરી આ ધરાઈ હતી નસવાડી તાલુકામાં એક ઉમેદવાર બે કે ત્રણ મુદ્દા પર ફોર્મ ભરેલ છે પણ ચૂંટણી પ્રક્રિયા મુજબ પરત ખેંચવાના સમય પહેલા એક હોદ્દા પર ફોર્મ રાખી બાકીના ફોર્મ પરત ખેંચેલ છે આમ એક હોદ્દા પર ચૂંટણી અધિકારી દ્વારા મંજૂર કરેલ ફોર્મ રદ કરેલ છે તો આ બાબતે ખૂબ જ દુઃખ સાથે અન્યાય થયેલ છે આ બાબતે નિયમ મુજબ ન્યાય મળે તે માટે જિલ્લા કલેકટર ને આવેદનપત્રી આપી રજૂઆત કરવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ફોર્મ ચકાસણી દરમિયાન માત્રને માત્ર ઉમેદવારે હાજર રહેવાની સૂચના આપેલ છે આમ ઉમેદવારના ફોર્મમાં ટેકેદાર તરીકે સહી કરતા ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે ફોર્મ ચકાસીને દિવસે તેઓની પ્રક્રિયા પૂર્ણ સમંજવામાં આવે છે છતાં છોટાઉદેપુર ઘટક સંઘમાં પણ આ પ્રશ્ન તાલુકા પ્રમુખના ફોર્મમાં ટેકેદારને દબાવી ચૂંટણી અધિકારીને ટેલીફોનિક વાત કરાવી હું ટેકો આપવા સંમત નથી એમ કહી અરજી આપી પ્રમુખ પદ લેવા માટે અન્યાય કરેલ છે નિયમ મુજબ ટેકેદાર સહી કર્યા પછી વાંધો ન કરી શકે અને જે માટે આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ લાવી યોગ્ય નિયમ મુજબની કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે આ પ્રસંગે ગુલાબ પેનલના અમૃતભાઈ ચૌધરી મયુરભાઈ શાહ નિલેશભાઈ રબારી જૈમીન પટેલ આશિષકુમાર ચૌધરી નિલેશભાઈ વસાવા હિમાંશુભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

