હાલ પંજાબ ખાતે આવનારી વિધાનસભાની ચૂંટણીઓ ને લઈ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી ની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.તે દરમિયાન વડાપ્રધાન ના કાફલાને રસ્તામાં રોકી રાખી તેઓને સભા સ્થળ પર ના પહોંચે એવી સાજિસ રચી પંજાબ સરકારે મોદીજી.સાથે ખુબજ નિમ્ન કક્ષાનું કામ થયું એમ છોટા ઉદેપુર જિલ્લાના મહામંત્રી શંકરભાઇ રાઠવાએ જણાવ્યું હતું તેમજ આ એક સાજિસ નો હિસ્સો છે અને આ બનેલી ઘટના માં પંજાબ સરકાર જવાબ દાર ઠેરવવામાં આવી છે.અને પંજાબ સરકાર દ્વારા વડાપ્રધાન નું માં સન્માન સચવાયું નથી.જેની પંજાબ સરકાર જવાબદાર છે જેથી લોકોની લાગણી દુભાઈ છે.જેને લઇ છોટા ઉદેપુર ભાજપ ના અનુસૂચિત મોરચા દ્વારા મોન ધરણાં નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને પ્રાથના કરી હતી કે ભગવાન પંજાબ સરકાર અને કોંગ્રેસ ના નેતાઓને સદ્બુદ્ધિ આપે.અને નરેન્દ્રભાઇ મોદી નું આયુષ્ય લાંબુ થાય અને આ દેશ ની સેવા કરે એવી પ્રાથના કરવામાં આવી હતી. આ ઘરના માં ઉપસ્થિત છોટાઉદેપુર જીલ્લા અનુસૂચિત મુરચા મહામંત્રી વિજયભાઈ કાપડિયા તેમજ છોટાઉદેપુર જિલ્લા અનુસૂચિત મુરચા પ્રમુખ અશોકભાઇ સોલંકી તેમજ છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા તેમજ અનુસૂચિત જાતિના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


