છોટાઉદેપુર જિલ્લામાં નો ડ્રોન ઝોન જાહેર કરાયા ,
છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી. સ્તુતિ ચારણે જિલ્લામાં આવેલા ક્રિટીકલ/ સ્ટ્રેટેજિક મહત્વના સ્થળોની આજુબાજુના વિસ્તારમાં તમામ પ્રકારના ફલાઇંગ ઓબ્જેકટ UAV (UNARMED AERIAL VEHICLES) કે જેમાં રિમોટ કંટ્રોલ સંચાલિત કેમેરા લગાડેલ ડ્રોન અથવા રિમોટ કંટ્રોઇ માઇક્રોલાઇટ એરક્રાફટ કે પેરાગ્લાઇડર જેવા સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામામાં જણાવ્યાનુસાર સબજેલ છોટાઉદેપુર અને સબજેલ સંખેડાની આજુબાજુના ૨૫૦ મીટરના પરિઘમાં આવા સાધનોનો ઉપયોગ કરી શકાશે નહીં. આ ઉપરાંત જિલ્લામાં આવેલા તમામ ઇલકેટ્રીક પાવર સબ સ્ટેશન, જિલ્લામાં આવેલી તમામ ગેસ એજન્સીઓ, જિલ્લા કલેકટરનું નિવાસ સ્થાન, જિલ્લા પોલીસ વડાનું નિવાસ સ્થાન અને જિલ્લા ન્યાયધીશના નિવાસસ્થાન, જિલ્લા ન્યાયાલય, છોટાઉદેપુર, પોલીસ અધિક્ષકની કચેરી, ઓલ્ડ પેલેસ, છોટાઉદેપુર, કલેકટર કચેરી, જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર, ટેલિફોન ઓફિસ, પે્રટોલ પંપ ચાર રસ્તાની નજીક, છોટાઉદેપુર, ઝંડ હનુમાન મંદિરની આજુબાજુના ૧૦૦ મીટરના પરિઘમાં આવા કોઇ પણ સાધનનો ઉપયોગ કરી શકાશે નહીં.
કોસીન્દ્રા ખાતે આવેલ નર્મદા મુખ્ય નહેર અંડર બ્રિજ, નર્મદા મુખ્ય નહેર ઓવરબ્રિજ, અલ્હાદપુર, છોટાઉદેપુર વનાર રોડ અંડર બ્રિજની આજુબાજુના ૫૦ મીટરના પરિઘમાં આવા કોઇ સાધનનો ઉપયોગ કરવો નહીં. રંગપુર નાકા, અલિરાજપુર રોડ, છોટાઉદેપુર, છોટાઉદેપુર બસ સ્ટેશન, બોડેલી બસ સ્ટેશનના વિસ્તારમાં આજુબાજુના ૧૦૦ મીટરના પરિઘમાં આવા સાધનોનો ઉપયોગ કરવો નહીં. છોટાઉદેપુર રેલવે સ્ટેશન, બોડેલી રેલવે સ્ટેશન, જેતપુર પાવી રેલવે સ્ટેશન અને સંખેડા તાલુકામાં આવેલા છુછાપુરા રેલવે સ્ટેશન આજુબાજુના ૫૦ મીટરના પરિઘમાં આવા સાધનોનો ઉપયોગ કરવો નહીં. સી.એચ.સી છોટાઉદેપુર, કડીપાણી ખાતે આવેલી પાણી પુરવઠાની ટાંકી તેમજ અલ્હાદપુરા ખાતે આવેલ મિલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટ આજુબાજુના ૧૦૦ મીટરના પરિઘમાં તથા સુખી ડેમ વિસ્તારમાં આજુબાજુના ૨ કિલોમીટરના પરિઘ વિસ્તારમાં રિમોટ કંટ્રોલ સંચાલિત કેમેરા લગાડેલ ડ્રોન અથવા રિમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ એરક્રાફટ કે પેરાગ્લાઇડર જેવા સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમ તા. ૨૪/૦૩/૨૦૨૨ થી તા. ૨૩/૦૫/૨૦૨૨ના રોજ ૨૪:૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ -૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું સરકારશ્રી તરફથી પરવાનગી મેળવેલ હોય તેવી બાબતો, સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેવા સાધનોને લાગુ પડશે નહીં એમ જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
