Gujarat

છોટાઉદેપુર જિલ્લા સેવાસદનના ખાતે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ નાં અધ્યક્ષ સ્થાને ટીબી ફોરમ ની મિટિંગ યોજાઈ.    

     જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા જિલ્લા સેવાસદન ના કોન્ફરન્સ હોલ ખાતે  માન જિલ્લા કલેકટર સ્તુતિ  ચારણ ના અધ્યક્ષ સ્થાને ટીબી ફોરમ ની મિટિંગ યોજાઈ હતી જેમાં  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો મહેશ ચૌધરી, જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ, સ્ટેટમાંથી  ડબલ્યુ એચ ઓ કલ્સન્ટન્ટ(NTEP)
ડો. હાર્દિક નકસીવાલા, પ્રાઇવેટ પ્રેક્ટિશનર ડો.પીએસ રાજન તથા તાલુકા આરોગ્ય અધિકારી નસવાડી ડો યુબી સિંઘ, પાવીજેતપુર તાલુકા આરોગ્ય અધિકારી ડો .વિકાસ રંજન, સંખેડા તાલુકા આરોગ્ય અધિકારી ડો.વૈશાલી પરમાર, તાલુકા આરોગ્ય અધિકારી ડો ભારતી ગુપ્તા, છોટાઉદેપુર તાલુકા આરોગ્ય અધિકારી ડો.નેહા ભટ્ટ, કવાંટ તાલુકા આરોગ્ય અધિકારી ડો આશિષ બારીયા, જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટર કુલદીપસિંહ ગોહિલ, જિલ્લા ટીબી એચઆઇવી કો-ઓર્ડીનેટર વાલસિંહભાઈ રાઠવા સહિત  જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના એનટીઇપી સ્ટાફ,આઇસીટીસી અને એઆરટી છોટાઉદેપુરનાં કર્મચારીઓ  તેમજ વિકલ્પ સ્ત્રી સંગઠન તથા મોડ ઇન્ડિયા સહિતની એનજીઓ નાં પ્રતિનિધિ, તથા સાજા થયેલા ટીબી ના દર્દી ઓ ઉપરાંત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
   યોજાયેલ મિટિંગમાં માન. કલેકટરે ટીબી રોગ ના દર્દીઓ નું વહેલી તકે નિદાન થાય તે માટે શું કરવું જોઇએ તે બાબતે સૂચનો જાણી  ટીબી  ઉપરાંત એમડીઆર ટીબી નાં ઝડપી નિદાન માટે નાં નાટ મશીન દરેક છ તાલુકામાં ઉપલબ્ધ કરાવવા માટે ની ખાતરી આપી હતી, તેમજ ટીબી રોગ નો ફેલાવો અટકાવવા અને સમુદાય માંથી ટીબી રોગ ને વહેલી તકે બહાર કરવા માટે ની ટીબી રોગ ના દર્દીઓ નાં હેલ્થી કોન્ટેક્ટ માટે ટીબી રોગ નું સંક્રમણ અટકાવવા નાં ભાગ રૂપે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ સૂચિત ટીબી પ્રિવેન્ટીવ ટ્રીટમેન્ટ (ટીપીટી)  છોટાઉદેપુર જિલ્લા માં જલ્દી શરૂ કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી, જ્યારે ડબલ્યુ એચ ઓ નાં પ્રતિનિધિ ડો. હાર્દિક નકસીવાલા એ  વડાપ્રધાન શ્રી ના ૨૦૨૫ સુધી માં દેશ માંથી ટીબી રોગ ને નાબૂદી  માટે કરેલ આહવાન અને તે  માટે એપ્રિલ ૨૦૧૮ થી શરૂ કરવામાં આવેલ નિક્ષય પોષણ સહાય અંતર્ગત દરેક ટીબી ના દર્દી ને દર મહિને પાંચસો રૂપિયા  ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(DBT) પધ્ધતિ થી આપવામાં છે તે ઉપરાંત અન્ય દાતા ઓનાં સહયોગ થી વધારાનું પૌષ્ટિક આહાર માટે ન્યુટ્રીશન કીટ  મળી રહે તેવુ આયોજન થાય તેવી આશા ઓ વ્યક્ત કરી હતી.
જ્યારે જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ એ જિલ્લા માં ટીબી ચેમ્પિયન્સ ની ટીબી કાર્યક્રમ માં ભાગીદારી વિશે વાત કરી હતી તેમજ વર્ષ ૨૦૨૧ દરમ્યાન છોટાઉદેપુર જિલ્લામાં કરવામાં આવેલ ટીબી વિભાગની કામગીરી નું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
  યોજાયેલ ટીબી ફોરમ ની મિટિંગ નાં અંતે ટીબી રોગને સમાજ માં થી વહેલી તકે બહાર કરવા માટે ની પ્રતિજ્ઞા લીધા બાદ મિટિંગ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

IMG-20220322-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *