Gujarat

છોટાઉદેપુર તાલુકાના બોડ ટુંડવા બોડગામ ને જોડતો નવીન રસ્તો મંજૂર થયેલ હોવા છતાં બનાવવામાં નહીં આવતાં ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર ની ચીમકી ઉચ્ચારી. 

વિઓ:    દેશભર માં એક તરફ આઝાદીના 75 વર્ષ નાં ઉપલક્ષમાં “આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી થઇ રહી ત્યારે છોટાઉદેપુર જિલ્લાના છેવાડે અને મઘ્ય પ્રદેશ ની સરહદે આવેલાં બોર્ડર વિલેજ એવા, ટુંડવા ગામના લોકો રોડ રસ્તા જેવી બુનિયાદી સુવિધાની માંગ કરી રહ્યા છે. ટુંડવા ગામ થી બોડગામનેં જોડતો નવીન એપ્રોચ રોડ બનાવવા અંગે  ગ્રામજનોની રજૂઆત ને લઇને આ રોડ  મંજૂર પણ થયો છે પરંતું હજી સુધી આ રોડ નું કામ શરૂ નહિ થતાં ગામ લોકો ને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટુંડવા ગામના ગ્રામજનો જણાવી રહ્યા છે કે ટુંડવા  ગામની વચ્ચે થી પસાર થતાં કોતર ઉપર નું  નાડું છેલ્લાં ત્રણ વર્ષથી તૂટી જતા આ ગામ બે ભાગમાં વહેંચાઈ જાય છે જેથી ચોમાસાં દરમિયાન ટુંડવા અડધું ગામ અને બોડગામ આખું સંપર્ક વિહોણું બની જાય છે, જ્યારે  સામે કાંઠા નાં પુંજારી ફળીયા, ધાનક ફળીયા નાં અને
ઢુંબચિયા ફળીયાનાં 150 જેટલાં વિદ્યાર્થીઓ ચોમાસા દરમિયાન શાળામાં આવી શકતાં નથી, કે 108 એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી, જેથી કોઈ મહીલા ને પ્રસુતિ માટે કે કોઈ દર્દી ને  ખાટલા માં ઉચકી ને એમ્બ્યુલન્સ ઉભી હોય ત્યાં સુધી ઉચકી ને લઇ જવું પડે છે. ટુંડવા ગામથી બોડગામ સુધી નો કાચો રસ્તો કાદવ કીચડ વાળો હોય ચોમાસાં દરમિયાન આ રસ્તા પર માલ સામાન લઈ જવા લે લાવવા ફરજિયાત માથે મૂકીને હેરાફેરી કરવી પડતી હોય જેને લઇને ગ્રામજનો એ ભારે આક્રોશ સાથે  રસ્તાની સુવિધાની માંગ કરી રહ્યા છે. તો રસ્તો નહિ બને તો ચૂંટણી બહિષ્કાર ની અત્યારથી જ ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ગામ લોકો જણાવી રહ્યા છે આ કામ 29 ડિસેમ્બર 2021 થી શરુ કરવાનું હતું અને 28 ડિસેમ્બર 2022,  12 મહીના માં પૂર્ણ કરવાનું હતું, પરંતું કામ શરુ નહિ થતાં ગામ લોકો જે વર્ષો થી મુશ્કેલી વેઠી રહ્યાં હતાં તે વેઠવા નો વખત જેમ હતો તેમ ને તેમ રહ્યો છે.. ત્યારે જોવાનું રહ્યું કે તંત્ર કામ ચાલુ કરે છે કે નહિ તે તો આવનારો સમય જ બતાવશે .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220617-095050_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *