છોટાઉદેપુર તાલુકાના ભોરદલી જૂથ ગ્રામ પંચાયતના રજુવાંટ ગામ પાસે ઓરસંગ નદીનો કોઝવે આવેલ છે જેની હાલત બિસ્માર હોય લોકો ઘસમસ્તા પાણીના પ્રવાહમાંથી નીકળવા મજબૂર બન્યા છે, ગામ લોકોના જણાવ્યા મુજબ જ્યારથી ચોમાસાની ઋતુ શરૂ થાય ત્યારથી હોળી સુધી આ કોઝવે ઉપરથી પસાર થવા માટે તકલીફો ઊભી થાય છે અને 25 થી 30 ગામોને જોરતો રસ્તો છે અને લોકોને મુખ્ય ધોરી માર્ગ પર જવા માટે તકલીફો પડે છે અને કૉઝવે પર લિલ આવી જવાથી ઘણા લોકો પડી પણ જાય છે દિવસ દરમિયાન 8 થી 10 બાઈકો પડી જાય છે વરસાદની અંદર બહુ તકલીફ પડે છે તેમ ગામ લોકો જણાવી રહ્યા હતા વહેલી તકે કોઝવે ઉપર પુલ બની જાય તેવી માંગ ગામ લોકો કરી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


