ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહી બિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના અમલદારઓને પ્રોહીની પ્રવુતી/હેરાફેરી કરતા ઇસમો ઉ૫૨ વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે અનુસંધાને કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેક્ટર એ.સી.પરમાર નાઓ સ્ટાફ સાથે છોટાઉદેપુર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન નાઓને અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે એક ટોયોટા કંપનીની ઈનોવા ગાડી ૨જી.નંબર.MP-09-ZB-3478 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઇને છોટાઉદેપુર તરફ આવનાર છે.તેવી ચોક્કસ બાતમી આધારે રંગપુર નાકા વોચ રાખી નાકાબંધી કરતા બાતમી હકિકત વાળી ટોયોટા કંપનીની ઈનોવા આવતા તેનો ચાલક પોલીસને જોઇ જતા ગાડી માંથી ઉતરી ભાગવા લાગેલ તેની પાછળ પીછો કરતા તે તથા તેની સાથેનો ઇસમ પકડાઇ ગયેલ જેથી સદરી ટોયોટા કંપનીની ઈનોવા નજીક જઈ જોતા ટોયોટા કંપનીની ઈનોવા ગાડી ૨જી.નંબ૨.MP-09-ZB-3478 ની છે તથા ડીકીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ પેટીઓ ભરેલ હોય જેથી બહાર કાઢી ગણી જોતા રોયલ સીલેકટ ડીલક્ષ વ્હીસ્કી જે.કે એન્ટર પ્રાઈજ ૪૮૨-અગ્રોથ સેન્ટ૨ પીથમપુ૨ ડી-૨ટીક ધાર ૪૫૪૭૭૪ (એમ.પી) બેચ નંબ૨-૧૫ ના ૭૫૦ મી.લી.નાં અંગ્રેજી લેબલવાળા પ્લાસ્ટીકના કંપની શીલબંધ બોટલો જે એક પેટીમા નંગ-૧૨ લેખે કુલ પેટીઓ ૧૫ મળી કુલ બોટલો નંગ ૧૮૦ મળી આવેલ.જે એક બોટલની કિ.રૂ.૪૪૩/- લેખે કુલ બોટલો નંગ- ૧૮૦ ની કિ.રૂ.૭૯,૭૪૦/-ના મુદામાલ સાથે ગણના પાત્ર કેશ શોધી કાઢી કાયદેસ૨ની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

