Gujarat

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રંગપુર પો.સ્ટે. વિસ્તારમાંથી મોટર સાયકલ ઉપર લઇ જવાતો ૩૬,૮૫૫/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો.

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓ દ્વારા સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે સંબંધે  એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સુચના કરેલ જેથી એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો રંગપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અત્રોલી ગામ નજીક એક અજાણ્યા ઇસમ દ્વારા હીરો હોન્ડા પેશન પ્રો મોટર સાયકલ ઉપર કંતાનના કોથળામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૩૬,૮૫૫/- નો લઇ જવતો હતો તે દારૂ તથા મો.સા. મળી કુલ કિ.રૂ.૭૧,૮૫૫/- નો મુદ્દામાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા ઝડપી પાડી રંગપુર પોલીસ સ્ટેશનમાં મો.સા. ચાલક વિરૂદ્ધ ગુના નોંધી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220728-WA0119.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *