Gujarat

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ડોનબોસ્કો સ્કુલ પાસેથી કિ.રૂ.૧,૦૭,૧૦૦/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ત્રણ ઇસમોને સ્વીફટ ગાડી સાથેઝડપી પાડવામાં આવ્યા.

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ… જે અન્વયે એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે ડોન બોસ્કો સ્કુલ પાસે પ્રોહી-વોચ નાકાબંધી કરતા ત્રણ ઇસમોને ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ.૧,૦૭,૧૦૦/- તથા સ્વીફટ ગાડી કિ.રૂ.૩,૫૦,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૪,૬૭,૧૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છોટાઉદેપુર  પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220403-WA0127.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *