ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તથા બોડેલી સર્કલનાં પો.ઈન્સ. એ.એ.દેસાઈ નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રોહીબિશન/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે નસવાડી પોલીસ સ્ટાફ પ્રયત્નશીલ હોય દરમ્યાન આજરોજ નસવાડી પોલીસ સ્ટાફના પોલીસ માણસો સાથે બોરીયાદ વિસ્તારમા કવાંટ રોડ ઉપર પ્રોહી નાકાબંદીમા હાજર હતા તે દરમ્યાન નસવાડી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક સીલ્વર કલરની સુઝુકી કંપનીની બુર્ગમેન સ્ટ્રીટ મોપેડના રજી. નંબર GJ 06 ND 1068ની ઉપર એક મોટા સ્કુલ બેગમા ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને કવાંટ તરફથી આવે છે અને નસવાડી થઇ પસાર થવાનો છે. તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે આજરોજ તા.૦૩/૦૪/૨૦૨૨ ના રોજ ઉપરોક્ત હકીકત વાળી મોપેડના ચાલકને પલાસણી ગામે રોડ ઉપર નાકાબંધી કરી ઈંગ્લીશદારૂ તથા મોપેડ સાથે કુલ કિંમત રૂપિયા- ૬૯,૨૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


