જેતપુરપાવી તાલુકાના ,ખોબલા જેવડાં સાઢલી ગામ માં રહેતાં, પિતા પારસિંગભાઈ રાઠવા, અને માતા નીરૂબેન રાઠવાનાં 24 વર્ષીય દીકરા, પ્રભાત ભાઇ રાઠવા એ, ગ્રેજ્યુએશન પૂર્ણ કરી,
આઇ. આઇ. ટી મુંબઈમાં, મિકેનિકલ એન્જિનિયરીંગમાં
બી.ટેકની પદવી મેળવી છે.
પ્રભાતભાઈ રાઠવા, હાલ માં જ, લેવાયેલી, યુનિયન પબ્લિક સર્વિસ આઇ. એ. એસ ની, પ્રિલીમસ્ પરીક્ષા આપી હતી, જે સિવિલ સર્વિસ ની પ્રિલીમ્સ પરીક્ષામાં ઉત્તીર્ણ થતાં, હવે આઈ. એ. એસ કેડર ની યોજનાર, પરીક્ષા માં પરીક્ષા આપનાર છે.
અત્રે ઉલ્લેખનીય છેકે , સિવિલ સર્વિસ ની પરિક્ષામાં, લાખોની સંખ્યામાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપતાં હોય છે, જેમાં ગુજરાત ના ખૂબ ઓછાં પરીક્ષાર્થીઓ પાસ થતાં હોય છે, ત્યારે છોટા ઉદેપુર જિલ્લાનાં આદિવાસી સમાજના એક તેજસ્વી તારલાએ આઇ.એ. એસ. કેડર ની પ્રિલીમ પરિક્ષામાં ઉતીર્ણ થઇ આઇ. એ. એસ કેડર નાં અઘિકારી બનવા તરફ ની કેડી કંડારી છે, તે આદિવાસી સમાજ માટે ગૌરવ ની બાબત ગણી શકાય?
નાનકડાં એવાં સાઢલી ગામના પ્રભાત ભાઇ રાઠવા, સીવીલ સર્વીસની પ્રીલીમ પરીક્ષા પાસ કરી, હવે આઈ. એ .એસ કેડરની પરીક્ષા માં ઉંચા માર્કસ લાવી ઉતીર્ણ થાય, તે માટે લાખો લોકો પ્રભાતભાઈ રાઠવા ને રૂબરૂમાં અને સોશિયલ મીડિયાનાં માધ્યમ વડે આશિર્વાદ પાઠવી, તેઓ ઉતરોતર પ્રગતિ કરે એવી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે આ તબક્કે પરીક્ષા ઉતીર્ણ કરનાર ઉમેદવાર પીઠોરા સમાચાર સાથે ની વાતચીત દરમિયાન આ મૂજબ જણાવ્યું હતું,તેમજ તેઓને આશિર્વાદ આપનાર સૌ કોઇનો આભાર પણ પ્રગટ કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

