Gujarat

જઈને આવું છું કહીને ગયો અને ઘરે આવ્યો યુવકનો મૃતદેહ,પરત ના આવતા પરિવારજનોએ ફરિયાદ નોંધાવી

અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી યુવકોના શંકાસ્પદ મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે રાત્રે વધુ એક ગુમ યુવકનો મૃતદેહ મળ્યો છે. ધનસુરા નગરમાં ફોટોગ્રાફી અને વિડિઓ ગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલ વસંત પટેલ બપોરે દુકાનથી બજાર જઈને આવું છું એમ કહી પોતાનું સપલેન્ડર બાઇક લઈને નીકળ્યો હતો. મોડે સુધી પરતના આવતા પરિવારજનો એ તેમની શોધખોળ આદરી હતી. ફોન પણ ન લાગતા સગા સબંધીઓને ત્યાં તપાસ કરતા કોઈ પત્તો ના લાગતા છેવટે ધનસુરા પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ધનસુરા પોલીસ પણ યુવકની શોધખોળ હાથ ધરી હતી. તેવામાં આ ગુમ યુવક વસંત પટેલનો મૃતદેહ બુટાલ ગામની સીમમાંથી મળી આવતા ભારે ચકચાર મચી છે. યુવકના મૃતદેહ મળવાથી અનેક તર્ક વિતર્ક વચ્ચે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *