અમદાવાદ
ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે પક્ષની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈ પક્ષ છોડવાનો ર્નિણય લીધો છે. ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વાયદો આપ્યા બાદ ટિકિટ ન આપતાં જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. હવે તેઓ ૨૨ ફેબ્રુઆરીએ ભાજપમાં જાેડાશે. આ અંગે તેમણે ટિ્વટર પર જાહેરાત કરી છે. આ ઉપરાંત અમદાવાદ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી ક્ષત્રિય નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામાં ધરી દીધાં છે. ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરતા ક્ષત્રિય નેતા જયરાજસિંહ પરમારને ટિકિટ મેળવવાના સતત પ્રયાસ છતાં નિરાશા સાંપડતાં છેવટે કોંગ્રેસ છોડવાનો ર્નિણય કર્યો હતો ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરતા ક્ષત્રિય નેતા જયરાજસિંહ પરમારને ટિકિટ મેળવવાના સતત પ્રયાસ છતાં નિરાશા સાંપડતાં છેવટે કોંગ્રેસ છોડવાનો ર્નિણય કર્યો હતો. તેમણે ઉત્તર ગુજરાતના તેમના ટેકેદારો મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર, બેચરાજી તાલુકા કોંગ્રેસપ્રમુખ વાઘુભા જાડેજા, બેચરાજીના પૂર્વ પ્રમુખ રણુભા ઝાલા,બેચરાજી તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ જશુ પ્રજાપતિ સહિતના ૧૫૦ જેટલા આગેવાનોને ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ ફરી એકવાર ભાજપમાં પ્રવેશોત્સવ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને નેતા જયરાજસિંહ પરમારે શક્તિપ્રદર્શન કર્યું હતું. તેઓ અડધો કિલોમીટર લાંબા કારના કાફલા તથા સમર્થકો સાથે કમલમ પહોંચ્યા છે. હાલમાં કમલમની બહાર ફટાકડા ફોડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. ૧૫૦૦ જેટલા સમર્થકો કમલમ બહાર ભેગા થયા છે. ભાજપ-પ્રમુખ પાટીલની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરશે. હાલમાં કમલમ પર જયરાજસિંહ સાથે એક હજાર કરતાં વધુ સમર્થકો આવતાં મેદાન નાનું પડ્યું અને ખુરશીઓ ખૂટી પડી છે. જયરાજસિંહ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સંકળાચેલા છે. તેઓ પ્રજાની વેદનાને સારી રીતે સમજી શકે છે. અમે પ્રજા સાથે સંકળાયેલા નેતાઓનું સ્વાગત કરીએ છીએ.અમારી પાર્ટીમાં પરિવારવાદ નથી ચાલતો. જયરાજસિંહે પોતાના વતનમાં અજાય માતાજી, ઈસ્ટદેવ માંડવરાય દાદા તથા વિજાપુરના લાડોલ ગામમાં કુળદેવી હરસિદ્ધ માતાજીનાં દર્શન કર્યાં હતાં. ત્યાર બાદ તેમણે પરિવારમાં વડીલોના આશીર્વાદ લીધા હતા. બાદમાં તેઓ પોતાના અમદાવાદના નિવાસસ્થાન સેન્ટોસા ગ્રીનલેન્ડ જવા નીકળ્યા હતા અને ત્યાંથી સોલા ઓવરબ્રિજ પાસેના બહુચર માતાજીના મંદિરમાં દર્શન કરીને કમલમ જવા નીકળ્યા હતા અને ત્યાં તેમણે ભાજપનો કેસરીયો ધારણ ક્રયો હતો.


