વેરાવળ
વેરાવળમાં પબ્લીવક ગાર્ડનમાં કોંગી ધારાસભ્ય ની ગ્રાંટમાંથી ફાળવી મુકાયેલા બાંકડાઓને નુકસાન પહોંચાડવા બાબતે ધારાસભ્યગએ ભાજપના નગરસેવિકાના પતિ અને પાલિકા પ્રમુખ દ્રારા નુકસાન કરાયુ હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરીયાદ નોંધાવી છે. આ સાથે ધારાસભ્ય્એ નગરસેવિકાના પતિ સાથે ટેલીફોનીક કરેલી વાતચીતનું રેકોર્ડીંગ પણ પોલીસને આપ્યુસ છે. જે રેકોર્ડીંગમાં નગરસેવિકાના પતિએ પાલીકા પ્રમુખ પીયુષ ફોફડીની સુચનાથી કર્યાનું જણાવ્યું હોવાનું ધારાસભ્યાએ જણાવે છે. પાલિકાના અધિનિયમ મુજબ પાલીકા પ્રમુખને પદ પરથી દુર કરવાની ધારાસભ્યાએ માંગ કરતી રજૂઆત પાલિકાના કમીશ્નરને પણ કરી છે. હાલ આ મામલો સામે આવતા નિમ્નાકક્ષાના રાજકારણ સામે લોકો સરકારી મિલ્કણતને નુકસાન કરવા બદલ ફીટકારની લાગણી વરસાવી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ રાજકારણ કરતા હોય તો તેની સામે કોઇને વાંધો ન હોય, પરંતુ જ્યારે આ રાજકારણમાં રાગદ્રેષ રાખી પ્રજાને મળતી સુવિધા છીનવવાનું કૃત્યુો થાય તે કયારેય સારૂ ન કહેવાય અને આવા નિમ્નાકક્ષાના રાજકારણને લોકો પસંદ પણ કરતા નથી. ત્યોરે આવા જ નિમ્નયકક્ષાના રાજકારણને લઇ વેરાવળ શહેરમાં પ્રજા માટે ઉભી કરાયેલી સુવિધા ભાજપના જવાબદારો દ્રારા છીનવવાનો પ્રયાસ કર્યાનો સોમનાથના કોંગી ધારાસભ્યલ વિમલ ચુડાસમાએ ઘટસ્ફોરટ કર્યો છે. મારા મત વિસ્તારમાં જાહેર જગ્યા ઉપર બેસવા માટે અમારા નામની તકતી વાળા બાંકડાઓ મુકવાની ગ્રાંટ હોય જેની ફાળવણી કરી શહેરમાં વોર્ડ નં.૧ માં શ્રીપાલ સોસાયટીમાં આવેલા પબ્લીક ગાર્ડનમાં થોડા દિવસો પહેલા લોકોને બેસવા માટે બાંકડાઓ મુકાવ્યા હતા. જે બાંકડાઓને નુકશાન કરાયુ હોવાની અમોને જાણ થતાં સ્થળ ઉપર રૂબરૂ તપાસ કરવા પહોચ્યાા હતા. ત્યા રે ગાર્ડનમાં ફીટ કરાયેલ બાંકડાઓમાં હથોડા મારીને પ્લેટ અને નટ-બોલ્ટ છોડવી બાંકડાઓને ઉંઘા મુકી દેવામાં આવેલ અને હથોડા મારવાના લીધે બાંકડાઓ ક્રેક કરી નાંખ્યાલ હતા. આના કારણે લોકો બાંકડાઓ પર બેસી શકતા ન હતા. આવી પ્રવૃતિ કરીને સરકારી મિલ્કતને કોણે નુકશાન પહોચાડ્યા અંગે આજુબાજુના લોકો સાથે વાતચીત કરતા અમને જાણવા મળ્યું કે, વેરાવળ-પાટણ પાલિકાના વોર્ડ નં.૭ ના સભ્યબ એવા ગાર્ડન સમિતિના ચેરમેન ભારતીબેન ચંદનાનીના પતિ લક્ષ્મણભાઈએ આ કૃત્ય કર્યુ છે. જેથી મારા દ્વારા લક્ષમણભાઇને ટેલીફોનિક વાત કરતા તેઓએ સ્વીકારતા કહેલું કે, અમોએ વેરાવળ-પાટણ પાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડીના કહેવાથી બાંકડાઓને છુટા કર્યા છે અને નુકશાન પહોચાડ્યું છે. આમ ઉપરોકત વિગતે તાત્કાલિક ધોરણે ઉંડાણ પૂર્વક તપાસ કરી પાલીકાના પદાધિકારીઓ દ્વારા સરકારી મિલ્કતને નુકશાન પહોચાડવા બદલ પોલીસને લેખિત ફરીયાદ નોંધાવી છે.સરકારી મિલ્ક તને નુકસાન પહોંચાડવા બદલ નગરપાલિકા અધિનિયમ કાયદો ૧૯૬૩ની કલમ-૩૭ મુજબ પાલિકા પ્રમુખ પીયુષભાઇ ફોફંડીને હોદ્દા પરથી દુર કરવા તેમજ નગરસેવિકાના પતિ લક્ષ્મણભાઇ સામે યોગ્યય કાર્યવાહી કરવાની પોલીસ અને પાલ્કાના કમીશ્નર-ભાવનગરને રજબઆત સાથે માંગણી કરી છે.
