જામનગર
યુસીડી વિભાગ સંચાલિત સ્વસહાય જૂથના બહેનો દ્વારા આ સ્ટોલમાં હસ્તકલાની પર્સ, સાઈડ પર્સ, કટલેરીની વસ્તુઓ, સાડી, ડ્રેસ મટીરીયલ ,ચિલ્ડ્રન વેર વિવિધ કોસ્મેટીક અને આયુર્વેદિક પ્રોડક્ટ જેવી વિવિધ હાથ બનાવટની વસ્તુઓનું શ્રાવણી પર્વ દરમિયાન જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળામાં વેચાણ કરવામાં આવ્યું હતું. આ વસ્તુઓના વિવિધ વેચાણ દરમિયાન ૧૫ દિવસમાં સ્વસહાયના જેમ કે, દેવાંશી, તેજસ્વી, સ્ટાર બાલાજી, રાધિકા, અમીધારા, શ્રમજીવી, આશાપુરા ,રણછોડરાય અને પ્રકૃતિ વિવિધ સ્વસહાયના જૂથ દ્વારા હસ્તકલાની વસ્તુઓના વેચાણ અર્થે આ બહેનોએ ૨,૦૨,૦૦૦ ની રોજગારી પ્રાપ્ત કરી આર્ત્મનિભર બની છે. આ સમગ્ર કામગીરીને સફળ બનાવવા જમ્યુકોના કમિશનર વિજય કુમાર ખરાડી, નાયબ કમિશનર ભાવેશભાઈ જાની, યુૃસીડી વિભાગના કંટ્રોલિંગ અધિકારી જીગ્નેશભાઈ ર્નિમળ, પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ જાેષીના માર્ગદર્શન મુજબના તમામ મેનેજરો સમાજ સંગઠકો એ જહેમત ઉઠાવી હતી. તેમજ આ વેચાણ સ્ટોલની કામગીરીમાં એસ્ટેટ વિભાગના કાર્યપાલક ઈજનેર મુકેશભાઈ વરણવા , નાયબ કાર્યપાલક ઇજનેર નિતીનભાઈ દીક્ષિત તથા એસ્ટેટ વિભાગની ટીમનો સહયોગ મળ્યો હતો.જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી લોકમેળામાં સ્વ સહાય જૂથના બહેનો હસ્તકલાના વેચાણથી રૂપિયા બે લાખથી વધુની આવક મેળવી આર્ત્મનિભર બની હતી. કમિશ્નર વિજય કુમાર ખરાડીની સુચના અનુસાર જામનગર મહાનગરપાલિકા અંતર્ગત ચાલતા યુસીડી વિભાગના સ્વ સહાય જૂથના બહેનો દ્વારા હાથ બનાવટની વિવિધ વસ્તુઓના ૧૦ વેચાણ સ્ટોલ શ્રાવણી લોકમેળા દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યાં હતા.


