જામનગર
જામનગરમાં દોઢ માસ પૂર્વે બે કિલો હેરોઈન પકડાયા બાદ વધુ એક વખત સ્થાનિક એસઓજી પોલીસે કેફી દ્રવ્યના નેટવર્કને પકડી પાડ્યું છે. સૂત્રો અનુાસાર શહેરના રેલ્વે સ્ટેશન પાછળ આવેલી એકડે એક બાપુની દરગાહ પાસે રહેતો ઇકબાલ ઉર્ફે લુખ્ખો મુસાભાઈ ચાવડા નામનો શખ્સ ગાંજાનું નેટવર્ક ચલાવતો હોવાની એસઓજી પોલીસને હકીકત મળી હતી, જેના આધારે પોલીસે આ દિશામાં કાર્યવાહી કરી હતી. એસઓજી પોલીસે ગઈકાલે શુક્રવારે બપોરે ૨ વાગ્યે આરોપીના સગડ મેળવ્યા હતા. જેમાં આરોપી ત્રણ બત્તી પાસે આવેલા જુલેલાલ ચોકની બાજુમા, અંબર ચોકડી તરફ જતા રોડની ડાબી સાઇડે પુનીત હોટલ પાસે ઉભો હોવાનું સામે આવ્યુ હતું. આ શખ્સ ગાંજાના જથ્થા સાથે ઉભો હોવાની હકીકતને લઈને એસઓજી પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસે આ શખ્સને આંતરી લીધો હતો. આ શખ્સની જડતી લેતા તેની પાસેથી રૂપિયા ૪૦ હજારની કીંમતનો ચાર કિલો ગાંજાે મળી આવ્યો હતો. પોલીસે આ શખ્સની ગાંજાના જથ્થા સાથે અટકાયત કરી પોલીસ દફતરે લઇ જઈ પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાં આ રીક્ષા ચાલક વચેટિયાની ભૂમિકા ભજવતો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે માલ મંગાવનાર તરીકે હાજી ઉર્ફે જાેજાે ઉંમર ફકીરની સંડોવણી ખુલવા પામી હતી. આ જથ્થો મહારાષ્ટ્રના નાસિકમાં રહેતા મહેન્દ્રસિંહ નામના શખ્સ પાસેથી વેચાણ અર્થે લાવી અહી તે છૂટક વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. એસઓજી પોલીસે પકડાયેલા રીક્ષા ચાલક સહિતના ત્રણેય શખ્સો સામે સિટી બી ડિવિઝન પોલીસમાં એનડીપીએસ ધારાઓ મુજબ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એ.બી.સપીયા સહિતના સ્ટાફે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.જામનગરમાં ત્રણ બત્તી પાસે આવેલા જુલેલાલ ચોકમાંથી ગઈકાલે શુક્રવારે બપોરે એસઓજી પોલીસે દરોડો પાડી એક રીક્ષા ચાલકને ચાર કિલો ગાંજા સાથે પકડી પાડ્યો હતો. પોલીસે આ શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા તેમાં વધુ ૨ શખ્સોની સંડોવણી ખુલવા પામી હતી. એનડીપીએસની ધારાઓ મુજબ કાર્યવાહી કરી પોલીસે મુંબઈના શખ્સ સહિતના ૨ શખ્સો સુધી પહોંચવા આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.


