Gujarat

જામનગરમાં કેદીને બેરેકમાંથી બહાર કાઢવા માટે ત્રણ જેલ કર્મચારીઓએ ઢોરમાર માર્યો

જામનગર
જામનગરની જિલ્લા જેલમાં રહેલા કાચા કામના કેદીને જેલના ત્રણ કર્મચારીઓએ બેરેકમાંથી બહાર કાઢવા માટે બોલાચાલી કરીને આડેધડ માર માર્યો હતો. ભોગ બનનારા કેદીના પત્નીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ અંગેની વિગત મુજબ, રાજકોટના રેલનગરમાં રહેતો અને હાલ જામનગરની જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા પ્રવિણ બળદેવ સેનાજીયાની બેરેકમાં અન્ય કેદી રહેવા આવતા પ્રવિણને બેરેકમાંથી બહાર કાઢવા માટે ભરત રાનાણી, વિનોદ સોલંકી, ચેતનસિંહ સહિતના ત્રણ જેલ કર્મચારીઓએ પ્રવિણ સાથે બોલાચાલી કરી આડેધડ માર મારતા હાથના કાંડામાં અને કાનમાં ઈજા પહોંચી હતી. જેલના કર્મચારીઓ દ્વારા કાચા કામના કેદી ઉપર કરાયેલા હુમલાની ઘટનામાં પ્રવિણની પત્ની પાયલબેન દ્વારા સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જેલના ત્રણ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પીએસઆઈ બી.એસ.વાળા તથા સ્ટાફે જેલના ત્રણ કર્મચારીઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *