ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સુપ્રસિદ્ધ તીર્થધામ દ્વારિકા જગત મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવ -૨૦૨૨ ને ધ્યાને રાખીને આગામી તા. ૧૮/૦૮/૨૦૨૨ થી ૨૧/૦૮/૨૦૨૨ દરમિયાન મુસાફરોને અવર-જવર માટે જામનગર એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ તારીખો દરમિયાન મુસાફરો એક્સ્ટ્રા બસોમાં એડવાન્સ બુકિંગ કરાવી શકશે, તેમજ ૫૧ થી વધુ મુસાફરોને ગ્રુપ બુકિંગ કરાવવા પર અન્ય બસ પણ એસ.ટી. નિગમ, જામનગર દ્વારા ફાળવવામાં આવશે. આ ખાસ સેવાનો જામનગરની જાહેર જનતા મહતમ લાભ લે તેવો અનુરોધ વિભાગીય નિયામકશ્રી,એસ.ટી. વિભાગ, જામનગરની યાદીમાં કરવામાં આવ્યો છે.
