Gujarat

જામનગર ખાતે બાળ લગ્ન પ્રતિબંધક અને અટકાયત અધિનિયમ વિશે જાગૃતિલક્ષી કાર્યશાળા યોજાઇ

જામનગર તા.૧૧ માર્ચ,જામનગર જીલ્લામાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્રારા મેયરશ્રી બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને જિલ્લાનાં જ્ઞાતિઆગેવાનો,શહેરનાં કોર્પોરેટરશ્રીઓ,સ્થાનિક સંસ્થાનાં હોદ્દેદારો તથા શાળાની ૧૬ થી ૧૮ વર્ષની વિદ્યાર્થીનીઓને સાથે રાખીનેબાળ લગ્ન પ્રતિબંધક અને અટકાયત અધિનિયમ-૨૦૦૬ વિશેની જાગૃતિ અંગેની કાર્યશાળાનું આયોજન શ્રી આંણદાબાવા સેવા સંસ્થા ખાતે કરવામાં આવેલ હતું.

  કાર્યક્રમમાંમેયરશ્રી બીનાબેન કોઠારી દ્રારા પણ સમાજનાં જ્ઞાતિ આગેવાનોને સમાજમાંથી બાળલગ્નના દુષણને દુર કરવા કટિબધ્ધ થવા આહલાક જગાડવામાં આવી હતી. તો બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો.પ્રાર્થના શેરશીયા દ્રારા કાર્યક્રમનાં ઉદેશ્ય વિશે જણાવવામાં આવ્યું હતું.

આ કાર્યશાળામાંમદદનીશ જિલ્લા મેનેજર,ગુજરાત સફાઈ કામદાર નિગમનાં શ્રી રણછોડભાઇ શિયાર દ્રારા બાળલગ્નનાં કાયદાની વિસ્તૃત સમજણઆપી,પરેશભાઇ કોટા દ્રારા સમાજ સુરક્ષા,બાળ સુરક્ષાની યોજનાઓ તથા નશામુક્ત ભારત અભિયાન વિશે માહિતિ આપેલ. સર્વે એ આપણો જિલ્લો બાળ લગ્ન મુક્ત જિલ્લોનાં શપથ લીધા હતા. આકાર્યક્રમનું સંચાલન શ્રી પુર્વીબેન દ્રારા તથા આભાર દર્શન જયોત્સનાબેન હરણ DCPO જામનગર દ્રારા કરેલ.

દિવ્યા ત્રિવેદી                                  ૦૦૦૦૦૦

baal-lagn-mukt-4.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *