Gujarat

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વોલીયન્ટર્સ તથા માસ્ટર ટ્રેનર માટે તાલીમ યોજાઇ

જામનગર તા.૧૧ માર્ચ,જિલ્લા સમાજ સુરક્ષા કચેરી-જામનગર દ્વારા તા.૦૯/૦૩/૨૦૨૨ ના રોજ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વોલીયન્ટર્સ તથા માસ્ટર ટ્રેનર માટે શ્રી અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્વ-જામનગર ખાતેતાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્ર્મમાં સમાજ સુરક્ષા અધિકારી દ્વારા નશામુક્ત ભારત અભિયાન વિશે જાણકારી આપવામાં આવી હતી. ડો. કલ્પનાબેન ખંઢેરીયા દ્વારા નશાથી થતા નુકશાન, કેન્સર જેવા ખતરનાક રોગો વિશે પી.પી.ટી દ્વારા વિસ્તૃત છણાવટ કરી, શ્રી હરેશભાઇ ખીમસુરીયા દ્વારા નશાથી થતી સમાજ પર ખરાબ અસરો વિશે વિસ્તૃત સમજ આપેલ.

વિરનગર વ્યસન મુક્તિ કેન્દ્વનાં શ્રી એમ.બી. ધાધલ દ્વારા વ્યસનીને વ્યસનમાંથી બહાર લાવવા માટે સંસ્થા-સમાજ કેવીરીતે ઉપયોગી થઈ શકે અને બહાર લાવી શકે તે વિશે સમજાવી વ્યસન મુક્તિ વિશે ખાસ અપીલ કરવામાં આવેલ. આ પ્રસંગે સંસ્થાના શ્રી જેન્તીભાઇ ચોટાઇ દ્વારા સ્વાગત અભિવાદન અને સમગ્ર કાર્યક્ર્મનું સંચાલન શ્રી માધવીબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા સમાજ સુરક્ષા કચેરી તથા સંસ્થાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ.

nashamukt-bharat-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *