Gujarat

જામનગર જિલ્લાના બાગાયત ખેતી કરતા ખેડૂતો વિવિધ યોજનાનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ પર તા.૩૦ એપ્રિલ સુધીમાં અરજી કરી શકશે

જામનગર તા.૦૮ એપ્રિલ, જામનગર જિલ્લાના બાગાયત ખેતી કરતા તમામ ખેડુતોને બાગાયતની વિવિધ યોજનાઓમાં લાભ લેવા માટે ખેડૂતો માટે તા.૦૧-૦૩-૨૦૨૨ થી તા.૩૦-૦૪-૨૦૨૨ સુધી આઇ-ખેડુત પોર્ટલમાં ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું ચાલુ હોય, સરકારશ્રી દ્વારા મળતી આર્થિક સહાય લાભ લેવા માગતા તમામ ખેડુતોએ આઈ.ખેડુત પોર્ટલમાં ઓનલાઇન અરજી કરી શક્શે. અરજીની પ્રિન્ટ નકલ, ૭-૧૨, ૮-અ, જાતિના દાખલા, આધારકાર્ડ, રેશન કાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા  સદન-૪, પ્રથમ માળ, સુભાષ પુલ પાસે, જામનગર ફોન નં. ૦૨૮૮ ૨૫૭૧૫૬૫ ખાતે તાત્કાલિક પહોંચતી કરવા નાયબ બાગાયત નિયામક જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

૦૦૦૦૦૦

વિરેન્દ્રસિંહ પરમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *