માતા પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકના પાલનપોષણ અને શૈક્ષણિક કાર્ય માટે રાજ્ય સરકાર દ્વારા માસિક રૂ.૩૦૦૦ની સહાય ચૂકવવામાં આવી રહી છે.
જૂનાગઢ જિલ્લામાં ૪૦૧ જેટલા લાભાર્થીઓને પાલક માતા પિતા યોજનાનો લાભ મળી રહ્યો છે. માતા પિતાની છત્રછાયા ગુમાવનાર આ બાળકોની જે સગા સંબંધીઓ કે કુટુંબીજનો પાલનપોષણની જવાબદારી ઉપાડે છે તેમને રાજ્ય સરકાર તરફથી માસિક રૂ.૩૦૦૦ની સહાય ચૂકવવામાં આવે છે આમ, જુનાગઢ જિલ્લામાં આ ૪૦૧ જેટલા લાભાર્થીઓને માસિક કુલ રૂ.૧.૪૩ લાખની સહાય ચૂકવવામાં આવી રહી છે.
આમ, રાજ્ય સરકાર દ્વારા આ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેના માટે જુદી-જુદી યોજનાઓના માધ્યમથી કાળજી લેવામાં આવે છે.
