જૂનાગઢ આરટીઓ દ્વારા LMV મોટરકાર ફોરવ્હીલ સીરિઝ GJ11BR, GJ11CD, GJ11CH, ટુ વ્હીલ સીરિઝ GJ11CE, GJ11CF, GJ11CG, GJ11CJ તથા ટ્રાન્સપોર્ટ સીરિઝ (HGV) GJ-11-VV અંતર્ગત બાકી રહેલા ગોલ્ડન અને સીલ્વર નંબર માટે રીઓકશન થશે. બાકી રહેલા ગોલ્ડન અને સીલ્વર નંબર મેળવવા માંગતા અરજદારે વાહન ખરીદ તારીખથી ૭ દિવસની અંદર http//parivahan.gov.in/fancy/ લીંક મારફતે વાહન -૪ સોફટવેરમાં CNA ફોર્મ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી, પસંદગીના નંબર મેળવવા માટે ઉપર મુજબ લીંક પર નોંધણી યુઝર આઇડી અને પાસવર્ડ તૈયાર કરી, તા.૨૪/૦૮/૨૦૨૨ બપોર ૪ કલાક સુધી રજીસ્ટ્રેશન કરાવવું. રજીસ્ટ્રેશન બંધ તા.૨૬/૮/૨૦૨૨ બપોરે ૪ કલાક સુધી,ઓકશન તા.૨૬/૮/૨૦૨૨ના બપોરના ૪ કલાક થી શરૂ થશે. અને પુરૂ તા.૨૮/૮/૨૦૨૨ના બપોરે ૪ કલાક સુધી રહેશે. જે અનુસાર સૌથી વધુ બીડ થયેલ નંબર, તે બીડ કરનાર અરજદારોને તા.૨૫/૦૬/૨૦૨૨ના રોજ વાહન ૪ સોફ્ટવેર દ્વારા ફાળવી દેવામાં આવશે તેમ જૂનાગઢ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છ.
પસંદગીના નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ વાહન ખરીદ તારીખથી ૭ દિવસની અંદર http//parivahan.gov.in/fancy/ લિંક મારફતે વાહન-૪ સોફ્ટવેરમાં CN A ફોર્મ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી, પસંદગીના નંબર મેળવવા માટે ઉપર મુજબ લિંક પર નોંધણી યુઝર આઇડી અને પાસવર્ડ તૈયાર કરી, ઉપર મુજબ તારીખોમાં બીડીંગ કરવાનું રહેશે. જે અનુસાર સૌથી વધુ બીડ થયેલ નંબર, તે બીડ કરનાર અરજદારોને વાહન-૪ સોફ્ટવેર દ્વારા ફાળવી દેવામાં આવશે.
વધુમાં જે વાહન માલિક દ્વારા CAN ફોર્મ ભરેલ હશે તેવા જ વાહન માલિક, વાહન ખરીદની તારીખથી ૬૦ દિવસ સુધી હરાજીમાં ભાગ લઇ શકશે. તેમજ સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.ઓકશન બીડિંગમાં ભાગ લેનાર અરજદારે સીરિઝ ખૂલ્યાની તારીખ થી દિવસ-૩ (ત્રણ)માં બિડીંગ મુજબના નાણાં ઓનલાઇન ભરવાના રહેશે. તેમજ તે અંગેની જાણ અત્રેની કચેરીને કરવાની રહેશે અન્યથા જે-તે નંબર મળવાપત્ર રહેશે નહીં.
