દેશના માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા ૨૦૨૫ સુધી માં દેશમાંથી ટીબી રોગ નાબૂદી માટે કરેલા આહવાન અને તે માટે સમુદાય માં ટીબી રોગ વિશે જાગૃતિ લાવવા તથા ટીબી રોગની સારવાર ચાલુ હોય તેવા દર્દીઓ ને મદદરૂપ થવા ના ઉદેશ્યથી દરેક તાલુકામાં થી બે કે તેથી વધુ ટીબી ચેમ્પિયન, કે જે અગાઉ ટીબી રોગ ની સારવાર લઈ સંપૂર્ણ રોગ મૂક્ત થયા હોય તેવા ભૂતપૂર્વ દર્દીઓને ટીબી ચેમ્પિયન બનાવવામાં આવ્યા છે.
જેઓ ટીબી રોગ સામે લડી ને ટીબી રોગ ને હરાવી ચૂક્યા છે, જેથી ટીબી રોગ વિશે તેઓને જાત અનુભવ થઇ ચૂક્યો છે, એટલે સારવાર લઈ રહેલા ટીબી નાં દર્દીઓને રોગની ગંભીરતા અને સારવાર પુરી કરાવવા માટે સારી રીતે સમજાવી શકે તે માટે સેન્ટ્રલ ટીબી ડીવીઝન દિલ્હી એ ટીબી ચેમ્પિયન બનાવી તેઓની જરૂરી મદદ લેવાનું સૂચન કર્યું છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો મહેશ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ વર્કશોપ માં જિલ્લા ક્ષય અધિકારી ડો. ભરતસિંહ ચૌહાણ એ જણાવ્યું હતું કે સમુદાય માં થી વર્ષ ૨૦૨૫ સુધી માં ટીબી રોગ નાબૂદી માટે દેશના માનનીય વડાપ્રધાન શ્રી કરવામાં આવેલ આહવાન ને ફળીભૂત કરવા માટે ટીબી રોગ ના દર્દીઓ ને વહેલી તકે ઓળખ કરી વહેલી તકે સારવાર આપી સંપૂર્ણ રોગ મૂક્ત કરવા અને સ્વસ્થ સમાજ ના નિર્માણ માટે આરોગ્ય વિભાગ ઉપરાંત ગ્રામ પંચાયત નાં સભ્ય, સરપંચ થી લઇને સમુદાય નાં તમામ જાગૃત નાગરિક સહીતનાં ની જનભાગીદારી જરૂરી છે.
જિલ્લા ટીબી એચઆઇવી કો-ઓર્ડીનેટર વાલસિંહભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે આપણા સૌના સહિયારા પ્રયાસો થી સમુદાય માં દરેક નાગરિક ને ટીબી રોગ ના લક્ષણો તથા મફત તપાસ અને સરકાર દ્વારા ઉપલબ્ધ સારવાર વિશે ની પ્રાથમિક જાણકારી હોય તે પ્રકારે આપણે સમુદાય માં જાગૃતતા લાવવા ની જરૂર છે.
વર્કશોપ માં દરેક તાલુકામાં થી ટીબી ચેમ્પિયન્સ તથા તથા તાલુકા નાં ટીબી સુપરવાઈઝરો ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમ નાં અંતે ટીબી રોગ ને સમુદાય માં થી બહાર કરવા માટે ની શપથ લીધા બાદ વર્કશોપ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


