ભારત વિકાસ પરિષદ માણાવદર મહિલા સમિતિ દ્વારા *ભવ્ય કુટીર મેળા* નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માણાવદર તાલુકામાં ગૃહ ઉદ્યોગ (ઘરે બેસી વ્યવસાય) કરતી મહિલાઓને પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે આગળ લાવવા, પ્રોત્સાહન આપવા તેમજ તેમના ગૃહ ઉદ્યોગને એક મોટા ફલક ઉપર લાવવાના ઉમદા હેતુસર આયોજન કરેલ જેમાં 38 જેટલા સ્ટોલ નું રજીસ્ટ્રેશન થયેલ ખાસ કરી લેડીઝવેર, ચિલ્ડ્રન વેર, જ્વેલરી, ઈમીટેશન, ખાણીપીણી, મરી મસાલા જેવા વિવિધ સ્ટોલ રાખવામાં આવેલ છે કુટીરમેળો ત્રણ દિવસ માટે પટેલ સમાજ માણાવદર ખાતે રાખવામાં આવેલ હતો. જેમાં નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન ગોર દ્વારા દિપ પ્રગટાવી મેળાને ખુલ્લો મુકવામાં આવેલ આ પ્રસંગે મહિલા સામાજિક અગ્રણી નર્મદાબેન જોગીયા, વિધિબેન શુક્લ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મેળાનું સમગ્ર આયોજન મહિલા સંયોજીકા શ્રદ્ધાબેન શેરઠીયા તેમજ મહિલા પાંખની તમામ સભ્યો બહેનોએ ખૂબ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


