જિલ્લા નિવાસી અધિક કલેકટર.એસ.પટેલ ની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની ઇ-શ્રમ અમલીકરણ સમિતીની માસિક બેઠક યોજાય હતી, જેમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓને જિલ્લાના ખુણેખુણેથી અસંગઠિત શ્રમયોઓની નોંધણી થાય અને નિધારીત લક્ષ્ય નિયત સમયમર્યાદામાં પુરો કરે તે માટેની કડક સુચના આપવામાં આવી તથા પુરેપુરી સંવેદનશિલતાથી કામ કરવામાં આવે તો નાના લોકોને આકસ્મિક ધટના સમયે સામાજીક સુરક્ષા પ્રદાન કરી શકાય
ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્રારા અસંગઠિત શ્રમયોગીઓને નોંધણી કરવામાં આવી રહી છે ત્યારે બાંધકામ શ્રમયાગી સ્થળાતરીત શ્રમયોગી, ધરકામ કરનારા શ્રમયોગી, ધરેલુ કામદારો, ખેત શ્રમયોગી, સ્વરોજગાર ધરાવતા શ્રમયોગીઓ, ફેરીયાઓ, નાના દુકાનદારો, આશા વર્કર, આંગણવાળી વર્કર, માછીમાર કરનાર કામદારો, દૂધ વેચાણ કરતાં તમામ શ્રમયોગીઓ, રીક્ષા ચાલકો, મધ્યાન ભોજન યોજનામાં કામ કરતાં શ્રમયોગીઓ તથા અન્ય તમામ કામદારો કે, જેઓનો પી.એફ, ઇ.એસ.આઇ.સી ન કપાતો હોય અને ઇન્કમટેક્ષ ન ભરતાં તમામનો સમાવેશ થાય છે. આ શ્રમ કાર્ડના ફાયદાઓ પુરા ભારતમાં માન્ય રહેશે અને આ યોજના હેઠળ અકસ્માત મૃત્ય તથા કાયમી વિકલાંકતા પર રૂ.૨,૦૦,૦૦૦/-, આશિક વિકલાંકતા પર રૂ.૧,૦૦,૦૦૦/- મળવાપાત્ર લાભ છે. આ યોજનાનો લાભ લેવા માટે ઉપરોકત તમામ શ્રમયોગીઓ ઇ-શ્રમ રજીસ્ટ્રેશન માટે નજીકના સી.એસ.સી (કોમન સર્વિસ સેન્ટર) પર આધાર કાર્ડ, બેંન્ક પસબુકની નકલ, તથા મોબાઇલ નંબર સાથે વિના મુલ્ય નોંધણી કરાવવા જવાનું રહેશે જેથી શ્રમયોગીઓની નોંધણી થઇ શકે. આ ઉપરાંત શ્રમયોગી પોતાની જાતે મોઇબાલ ધ્વારા ઇ-શ્રમ પોર્ટલ પર જઇને સેલ્ફ રજીસ્ટ્રેશન કરાવી શકશે તથા નોંધણી બાબતની પ્રક્રિયા ઇ-ગ્રામ કેન્દ્રો પર પણ ઉપલબ્ધ છે
ખેડા જિલ્લામાં તા.૦૮-૦૬-૨૦૨૨ના રોજ સુધીમાં કુલ રજીસ્ટ્રેશન ૨,૮૦,૦૩૩/- થયેલ છે. આવી સુંદર યોજના લોકો સુધી પહોચે અને ખરા અર્થમાં તેઓને જરૂર સમયે સાર્થક નિવડે તે માટે થઇને તાકીદ કરી ઝડપી નિર્ધારીત લક્ષ્ય પુર્ણ કરવા સુચના આપી હતી આ બેઠકમાં મદદનીશ શ્રમ આયુકત અને સંબધિત જીલ્લા અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.


