જસદણ તા
જસદણ સરકારી હોસ્પિટલમાં સેવાસેતુ અંતર્ગત પ્રસંશનીય સેવાકાર્ય કરતા રામાણી જનરલ હોસ્પિટલના ખ્યાતનામ સર્જન ડો. દીપક રામાણી સાહેબેજસદણ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. રાકેશ મૈત્રીના સહયોગથી આજરોજ સારણ ગાંઠ ના ૩ હરસ નું ૧ સરકમ સીજન નું ૧ પગ ની આંગળી નુ ૧ એમ (૨ બાળકો સહિત) કુલ ૬ ઓપરેશન વિના મૂલ્યે અને સફળતા પૂર્વક પૂર્ણ કરી તમામ દર્દીઓને વિવિધ પ્રકારની પિડાઓમાંથી છૂટકારો અપાવી નવજીવન આપવામા ડો. દીપક રામાણી એ માનવતાભર્યુ સેવાકાર્ય કરતા દર્દીઓમાં રાહતની લાગણી ફેલાઈ છે.
માનવતા ના ઉપાસક ડો. દીપક રામાણી સાહેબની અનેરી સિદ્ધિને જસદણ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. રાકેશ મૈત્રી સાહેબ ડો. કે.એન.બથવાર ડો. વિશાલ શર્મા ડો. લક્કીરાજ પટેલ ડો. જૈનીસ પટેલ ડો. વિશાલ ભાયાણી લેબ ટેક્નિશિયન આસ્તિકભાઈ મહેતા તુષારભાઈ પરમાર તેમજ અગ્રણી યુવા ઉદ્યોગપતિ દિનેશભાઈ વેકરીયા સંજયભાઈ રામાણી રઘુભાઈ કાકડીયા વિજયભાઈ જયંતિભાઈ રાઠોડ નિ :સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના પ્રમુખ મેહુલભાઈ સંઘવી ઉપપ્રમુખ વલ્લભભાઈ જીંજુવાડીયા વિજયભાઈ નરસિંહભાઈ રાઠોડ પ્રેસ પ્રતિનિધિ ભુપતભાઈ પૂર્ણવૈરાગી અગ્રણીઓએ ડો. દીપક રામાણી સાહેબને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.
રીપોર્ટર ભુપતભાઈ પૂર્ણવૈરાગી જસદણ
