અમદાવાદ
જીપીએસસીએ ભરતી પરીક્ષાના વાર્ષિક કેલન્ડરમાં ફેરફાર કર્યો છે, જેમાં વર્ગ-૧,૨ની પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાની તારીખો પણ બદલી છે. આ પહેલાં ગુજરાત મુલ્કી વર્ગ-૧, ૨ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ-૨ની કુલ જગ્યાઓ ૧૦૦ હતી, પરંતુ નવી જાહેરાત પ્રમાણે તેમાં ૨ જગ્યાનો વધારો થયો છે. આ ઉપરાંત પહેલા પ્રાથમિક કસોટી નવેમ્બરમાં લેવાવાની હતી, જે હવે જાન્યુઆરી-૨૦૨૩માં લેવાશે. તજજ્ઞોના મતે, વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈને પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરાયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે નવેમ્બર મહિના દરમિયાન વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે, જેથી પરીક્ષા લેવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.


