જૂનાગઢ શહેરની કરોડો રૂપિયાના ખર્ચે બનેલ સિવિલ હોસ્પિટલનો વહીવટ કથળ્યો હોવાની વિગત બહાર આવી.
એક તરફ આરોગ્યલક્ષી સુખાકારી માટે સરકાર કટ્ટિબંધ છે તો બીજી તરફ જૂનાગઢને કરોડો રૂપિયાના ખર્ચે સિવિલ હોસ્પિટલ તો મળી છે પરંતુ સુવિધાનો ખુબજ મોટો અભાવ, સ્વચ્છતાનો અભાવ અને દર્દીઓને હાલાકી ભોગવવી પડતી હોવાની ઘટના સામે આવી હતી.
હોસ્પિટલમાં પ્રવેશ કરતાની સાથે જ મુખ્ય રસ્તાપર જ ગટરનું પાણી ઉભરાતું નજરે જોવા મળે છે અને આ ગંદકી માંથી જ લોકોને પસાર થવું પડતું હોવાની વિગતો જાણવા મળી હતી.
સૌથી મહત્વનાં ડાયાલિસિસ યુનિટનમાં માત્ર ત્રણ મશીન જ કાર્યરત છે જેમાં એક તો નેગેટિવ અને પોઝટિવ માટે બે જ મશીન કાર્યરત છે અને સ્ટાફની પણ અછત હોવાની વિગતો સામે આવી રહી છે.
સોનોગ્રાફી માટે દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે, સવારથી જ લાઈનમાં બેસવું પડે છે તેવું ત્યાં લાઈનમાં બેસેલા દર્દીઓ પાસેથી વિગતો મળી હતી, જાણવા મળેલ વિગતો મુજબ સોનોગ્રાફી યુનિટમાં માત્ર એક જ મશીન કાર્યરત હોવાની વિગતો બહાર આવી છે.
સિવિલ હોસ્પિટલમાં આવેલ વોટર કૂલર પણ બંધ હાલતમાં જોવા મળેલ છે અને પીવાના પાણીની પણ વ્યવસ્થા જોવા મળતી નથી તો બીજી તરફ ટોયલેટમાં પણ ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે જેની દુર્ગંધથી જ વ્યક્તિ બેભાન થઈ જાય અને જોવાથી ચક્કર આવીને પડી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
વાસ્તવિક પરિસ્થિતિ વિશે ડો. સુશીલકુમાર સાથે જ્યારે જાગૃત નાગરિકોની ટીમ પહોંચી ત્યારે સૌ પ્રથમ તો ડો.સુશીલકુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હું બધાને સાથે વાત નહી કરું એક એક વ્યક્તિને અલગ અલગ બોલાવીને જ વાત કરીશ. ત્યાર બાદ જાગૃત નાગરીકનાં પ્રતિનિધિ દરજ્જે બે વ્યક્તિઓ દ્વારા રજૂઆત કરતા વધુ આશ્ચર્યજનક વાત સામે આવી હતી. જેમાં જૂનાગઢ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ તો નવી બની પરંતુ મહેકમનાં અભાવે સમસ્યાઓ થતી હોવાનું અને સરકાર દ્વારા નવું મહેકમ ન મળતું હોવાથી તકલીફ વધુ પડતી હોવાનું ડો.સુશીલકુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતુ તેમજ આવનારા દિવસોમાં ડાયાલિસિસ માટે 10 બેડની પણ વ્યવસ્થા કરવામાં આવશે તેવી પણ ખાત્રી આપી હતી.
જૂનાગઢનાં જાગૃત નાગરિક સાગર નિર્મળ, તુષાર સોજીત્રા, જીજ્ઞેશ પંડ્યા, નરેન્દ્ર બારોટ, માધવ વિઠ્ઠલાણી, ભદ્રેશ સોલંકી તેમજ જય ગઢીયા દ્વારા સિવિલ હોસપિટલમાં રહેલી વાસ્તવિકતા અંગે જણાવ્યું હતું કે, આજે વિશ્વ આરોગ્ય દિવસ હોય અને જૂનાગઢની આરોગ્ય સુખાકારી માટેની આપણી સરકારી હોસ્પિટલમાં જ ઘણી બધી ક્ષતિઓ અને ખાસ સ્વચ્છતાનો અભાવ, સુવિધાનો અભાવ, અને વહીવટના અભાવે દર્દીઓને સગવડતા ન મળતી હોવાની વિગતો મળી છે જે ખરેખર દુઃખ જનક બાબત છે.
હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા કોઈ ગંભીરતા લેવાશે કે કેમ?
સાગર નિર્મળ
જૂનાગઢ
જય હિન્દ


