Gujarat

જૂનાગઢમાં પોલીસ દ્વારા બિનવારસી કબજે કરેલા વાહનનો નિકાલ થતા 7,43,400 ની રકમ સરકારશ્રીને જમાં થશે.

જૂનાગઢ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુન્હાના કામે, ડિટેઇન કરેલા વાહનો, બિનવારસી કબજે કરવામાં આવેલ વાહનો ઘણા સમયથી કોઈ માલિક વાહન પરત લેવા માટે આવતા નથી તેમજ છોડાવવા પણ આવતા નથી. જેથી પોલીસ સ્ટેશનોમાં વાહનોનો ભરાવો થઈ જાય છે અને બિન ઉપયોગી બની જતા હોય છે…_
જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આવા એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમાલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે
જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝનના મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે કબજે કરવામાં આવેલ 79 વાહનો, જેમાં 75 મોટર સાયકલ, બે રીક્ષા, બે ફોર વ્હીલ બાબતે માલિકો દ્વારા પોતાના વાહનો છોડાવવા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ના હોય તેવા વાહનોના હરરાજીના હુકમો મેળવી, તમામ કાર્યવાહી પૂર્ણ કરી આજરોજ  તા. 30.04.2022 ના રોજ હરરાજી કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જે જાહેર હરરાજી દરમિયાન મેંદરડા પોલીસ સ્ટેશન ખાતેના 79 વાહનોની હરરાજી કરવામાં આવતા સૌથી વધુ બોલી વેપારી દ્વારા રૂ. 6,30,000/- બોલવામાં આવતા 18 ℅ GST મળી, કુલ આશરે રૂ. 7,43,400/- જેટલી રકમ સરકારશ્રીમા જમા થશે.
જૂનાગઢ ડિવિઝનના મેંદરડા પોલીસ સ્ટેશનો ખાતે કબજે કરવામાં આવેલ વાહનોની હરરાજીમાં રસ ધરાવતા 32 જેટલા વેપારીઓએ ભાગ લીધેલ હતો અને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ.મોરી, આરટીઓ શ્રી એ.એસ.પ્રજાપતિ, મામલતદાર કચેરીના નાયબ મામલતદાર શ્રી બી.એ.નાગ્રેચા, ઇન્ચાર્જ MTO જી.એસ.પટેલ, એકાઉન્ટ રાઇટર હેડ વાલીબેન, પો.કો. દિનેશભાઈ, સહિતની કમિટી દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે જુનાગઢ પોલીસ દ્વારા પ્રથમ વાર કુલ આશરે 79 વાહનોની જાહેર હરરાજી યોજી, કુલ આશરે સાડા સાત લાખ જેટલી કિંમત ઉપજેલ છે, જે સરકારશ્રીમા જમા કરાવવા તજવીજ કરવામાં આવેલ છે. વાહનોની હરરાજી હે.કો. ભાવેશભાઈ, મનીષભાઈ, સાગરભાઈ, , સહિતના પોલીસ ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી. વાહનોની હરરાજી થતા, પોલીસ સ્ટેશનમાં ભંગાર થતા અને ભરાવો ઓછો થતા, રાહત પણ થશે.
જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આવા એકત્રિત થયેલા *વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમાલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે. જે સૂચના આધારે પડતર વાહનોના નિકાલ કરવાની ઝુંબેશ ના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશન, સી ડિવિઝન પોલીસ સ્ટેશન, ભવનાથ પોલીસ સ્ટેશન, વિસાવદર પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશન, બીલખા પોલીસ સ્ટેશન, ટ્રાફિક શાખા, તેમજ આજરોજ મેંદરડા *પોલીસ સ્ટેશનમાં પડેલ જૂના કુલ 862 વાહનોની હરરાજી કરી કુલ રૂ. 56,32,660/- જીએસટી સહિત સરકારશ્રીમાં જમાં* કરાવવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લાના બાકીના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં હરરાજીની કાર્યવાહી જેમ જેમ પૂર્ણ થતાં, હજુ બીજા પોલીસ સ્ટેશન ખાતે પણ પડેલા વાહનોની જાહેર હરરાજી યોજવામાં આવશે તેમજ આગામી તા. 05.05.2022 ના રોજ ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે વાહનોની હરરાજી યોજવામાં આવશે, તેવું જૂનાગઢ પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

IMG_20220501_192537.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *