જિલ્લાના પશુધનનને લમ્પી વાયરસ સામે સુરક્ષા કવચ આપવા માટે તંત્ર દ્વારા પૂરજોશમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પશુઓને રસી આપ્યા બાદ ૨૧ દિવસ સુધી કાળજી રાખવી ખૂબ જરૂરી છે.
આ સંદર્ભે નાયબ પશુપાલન નિયામક ડો. દિલીપ પાનેરાએ જણાવ્યું કે, હાલ જિલ્લામાં લમ્પી વાયરસથી પશુઓને બચાવવા માટે તમામ અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પશુઓના રસીકરણ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેમાં ગાય વર્ગના પશુઓને LSD રસી આપવા આવી રહી છે. ત્યારે જે પશુપાલકોના પશુઓને રસી આપી દેવામાં આવી છે. તેમણે પોતાના પશુઓને ૨૧ સુધી માખી-મચ્છરના ઉપદ્રવથી દૂર રાખવા ખૂબ જરૂરી છે. કારણ કે, પશુઓને રસી આપ્યાના ૨૧ દિવસ બાદ લમ્પી વાયરસ સામે ઈમ્યુનિટી ડેવલપ થાય છે. આમ, રસી બાદ પશુઓની કાળજી લેવી આવશ્યક છે. તેમ ડો. પાનેરાએ ઉમેર્યું હતું.

