Gujarat

જૂનાગઢ જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા શાંતિપુર્ણ યોજવા પ્રતિબંધાત્‍મક આદેશો જારી કરાયા        

જૂનાગઢ જિલ્‍લામાં તા. ૧૮ જુલાઈ  થી એસ.એસ. સી.ની પરીક્ષા, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ,સામાન્ય પ્રવાહ ૧૨ ની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે. ચોરીના દુષણને ડામવા  તથા પરીક્ષા શાંતીપુર્ણ માહોલમાં યોજવા અધિક જિલ્લા  મેજીસ્‍ટ્રેટશ્રી એલ.બી.બાંભણિયા એ તેમને મળેલી સત્‍તાની રૂએ પરીક્ષાના નિયત સ્‍થળોને આવરી લઇ નિચે મુજબનાં પ્રતિબંધાત્‍મક આદેશો જારી કર્યા છે.

   પરીક્ષા કેન્‍દ્રોની આસપાસ ૨૦૦ મીટરના વિસ્‍તારમાં કોઇ પણ માર્ગ ચોકમા, કે ગલીઓમાં પાંચ કે તેથી વધારે લોકોએ એકઠા થવુ નહીં, સરઘસો કાઢવા નહીં, તેમજ સુત્રો પોકારવા નહીં, ૨૦૦ મિટરના, વિસ્‍તારમાં કોપીંઈંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્‍યવસાય કરતા-ઝેરોક્ષ મશીનો ધરાવતા ધંધાર્થીઓ/મશીન ધારકોએ તેઓનાં કોપીઇંગ મશીન ચલાવવા નહીં,કે કોઇ પણ પત્રો,દસ્‍તાવેજો, કાગળોની નકલ કરવી નહીં, ઝેરોક્ષ મશીનો બંધ રાખવા, પરીક્ષા કેન્‍દ્રોનાં ભવન/બિલ્ડીંગોનાં મુખ્‍ય પ્રવેશ દ્વાર પાસે જ પોલીસ કર્મચારીએ ઉભા કરી જે પરીક્ષાર્થી પાસે પ્રવેશીકા (ફી રસીદ) હોય તે ચકાસીને જ માત્ર પરીક્ષાર્થીઓને જ પ્રવેશ આપવાનો રહેશે.પરીક્ષામાં રોકાયેલા કેન્‍દ્રના સંપાદકશ્રીઓ બિલ્‍ડીંગ કંડકટરશ્રી,ખંડ નિરીક્ષકો,વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવેલ છે. તે વોટરમેન, બેલમેન, કે જેઓ બોર્ડ/જિલ્‍લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા ઓળખ પત્ર આપવામાં આવ્‍યા છે. તે ચકાસીને જ પ્રવેશ આપવાનો રહેશે.   પોલીસ કર્મચારીઓએ શાળાનાં મુખ્‍ય પ્રવેશ દ્વાર પાસે જ ફરજ બજાવવાની રહેશે. વર્ગ ખંડમાં પ્રવેશ કરવાનો રહેશે નહીં. વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, સંચાલકો,વહીવટી કર્મચારીઓ,જાહેર જનતા કે ફરજ પરનાં તમામ પ્રકારનાં સરકારી કર્મચારીઓએ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઇ વસ્‍તુ અથવા ઈલેકટ્રોનિક્સ આઇટમ જેવી કે મોબાઇલ ફોન,પેજર, કેલ્‍ક્યુલેટર,વિગેરે ,પુસ્‍તક,કાપલી,ઝેરોક્ષ નકલો,પરીક્ષા સ્‍થળમાં લઇ જવા નહીં  અને તેમાં મદદગારી કરવી નહીં.     એસ.એસ.સી.ની પરીક્ષા કેન્દ્રો-બિલ્ડીંગોના વિસ્તારમાં તા.૧૮/૭/૨૦૨૨ થી ૨૨/૭/૨૦૨૨ સુધી સવારના ૯ કલાકથી સાંજના ૧૯ કલાક સુધી ઉપર મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યા છે. એસ.એચ.સી.(સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા માટેના પરીક્ષા કેન્દ્રો-બિલ્ડીંગોના વિસ્તારમાં તા.૨૧/૭/૨૦૨૨ના રોજ બપોરે ૧૪ થી સાંજના ૧૯ કલાક સુધી ઉપર મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે તેમજ એસ.એચ.સી(વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા માટેના કેન્દ્રો-બિલ્ડીંગોના વિસ્તારમાં તા.૧૮/૭/૨૦૨૨ થી ૨૦/૭/૨૦૨૨ સુધી સવારના ૯-૩૦ થી ૧૯ કલાક સુધી ઉપરના મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *