વડા પ્રધાનશ્રી નરેંદ્રભાઇ મોદી દ્વારા ઘોષિત અમૃત મહોત્સવ ૨૦૨૨ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં જળ સંચય અને અમૃત સરોવરની સરાહનીય કામગીરી કરાયેલ છે. જેની રાજ્ય કક્ષાએ નોંધ લેવામાં આવેલ છે. આ કામગીરી અન્વયે જિલ્લામાં કૂલ ૨૩૫ તળાવો માંથી માટી/કાંપ દૂર કરાવીને જળ સંગ્રહ શક્તિ વધારવામાં આવેલ છે. તેમજ ૨૦ અમૃત સરોવરો ઉપર બ્યુટીફિકેશન, લાઇટીંગ, બેઠક વ્યવસ્થા, પેવરબ્લોકના કામો કરાવીને ૧૫મી ઓગસ્ટ ના રોજ ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શાંતાબેન ડી. ખટારીયા તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરીખના માર્ગદર્શન હેઠળ થયેલી આ કામગીરીમાં જોડાયેલા પંચાયત સિંચાઇ વિભાગના તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી/કર્મચારીઓને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. અને પ્રશસ્તિ પત્રો એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતુ.


