જૂનાગઢ તાલુકાના નવાગામ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિકાસના નવા કામોનું લોકાર્પણ ખાતમૂર્હત તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ લાભ મહાનુભવોના હસ્તે કરાયા હતા.
વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ હેઠળ રથનું આગમન થતા ગ્રામજનોએ હર્ષભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો એ સરકારશ્રીની વિકાસની ૨૦ વર્ષની ગાથા રજુ કરતી ટૂંકી ફિલ્મ નિહાળી હતી. તેમજ મહાનુભવોના હસ્તે સરકાર શ્રી ની વિવિધ યોજનાના લાભોનું વિતરણ સ્થળ પર જ કરવામાં આવ્યું હતું.
પેવીંગ બ્લોક રોડ કામનું લોકાર્પણ, નવાગામ ખાતે ગ્રામ સમાજ વાડીમાં પેવર બ્લોકનું કામ, તેમજ નવાગામ ગામે પ્રાથમિક શાળા થી મેઇન રોડ તરફ પેવર બ્લોકના કામની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત વન વિભાગ દ્વારા ગ્રામજનોને રોપા વિતરણ, હેલ્થ વિભાગ દ્વારા કોવીડ રસીકરણ, આયુષ્માન કાર્ડ જનરલ ચેકઅપ, આઈસીડીએસ વિભાગ દ્વારા વાનગી સ્પર્ધા, સ્ટોલ નિદર્શન યોજાયું હતું. આ પ્રસંગે પદાઅધિકારીઓ, અધિકારીઓ, અગ્રણીઓ, સરપંચ શ્રી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


