Gujarat

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

સાગર નિર્મળ
જૂનાગઢમાં મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 3,8, અને 7 સયુંકત આઠમા તબક્કાનો સેવસેતું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ તકે અરજદારને સ્થળ પર જ તમામ સુવિધાઓ મળે તેવા હેતુથી મહાનગપાલિકા જૂનાગઢ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ સેવાસેતુંમાં 26 સ્ટોલ અને 56 યોજનાકીય લાભ આપવામાં આવ્યો હતો જેમાં 0 થી 5 વર્ષના બાળકોના આધારકાર્ડ કાઢવાની, નવા આધારકાર્ડ, આધારકાર્ડ અપડેટ અને સુધારા, જન્મ-, મરણ પ્રમાણપત્ર, રેશનકાર્ડમાં નામ ઉમેરવા કમી કરવા, આવકનું પ્રમાણપત્ર, આરોગ્યલક્ષી સેવાઓ અને કાર્ડ આપવાની કામગીરી, વિકલાંગોને મળતી સહાય, આંગણવાડીમાં મળતાં લાભો, પી.જી.વી.સી. એલ. ને લગતી કામગીરીઓ, બેંક ખાતા ખોલવાની કામગીરીઓ અને આવેલ અરજીઓનો નિકાલ કરવા માટે એક્સલેન્ટ સ્કૂલ, બુકર ફળિયા, ઉપરકોટ રોડ જુનાગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાભાર્થીઓ અને અરજદારોએ આ સેવાસેતુ કાર્યક્રમ દ્વારા 2333  અરજીઓ આવી હોવાની વિગતો મળી છે.

IMG_20220514_174243.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *