જૂનાગઢ જિલ્લાના રોજગાર ઈચ્છુકોને રોજગારલક્ષી સેવાઓ સરળ સુગમ્ય અને સંકલિત માધ્યમ વડે મેળવી શકે તે હેતુસર રોજગાર કચેરી દ્રારા રોજગાર સેતુ કોલ સેન્ટરનો આરંભ કરવામાં આવ્યો છે.
કચેરી ખાતે નોંધાયેલા રોજગાર ઈચ્છુકોની નામ નોંધણી રિન્યુઅલ કરાવવા માટે કચેરી ખાતે રૂબરૂ કે ટપાલ મારફત વિગતો રજૂ કરી નામ નોંધણી રીન્યુઅલ કરાવવાની પ્રથા અમલમાં છે. રોજગાર લક્ષીસેવાઓ માટે નવીનીકરણ, સરળીકરણ અને આધુનિકીરણના અભિગમને સાર્થક કરતા ડિજિટલ પ્લેટફોર્મના અસરકારક રચનાત્મક ઉપક્રમ રોજગાર સેતુ કોલ સેન્ટરના ટેલીફોન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત કચેરીના કામકાજના સમય દરમિયાન કોલ કરી નામ નોંધણી ક્રમાંક ની વિગત જણાવી નામ નોંધણી રીન્યુઅલ કરાવી શકાશે.
કચેરીના ટેલિફોન નંબર ૦૨૮૫ – ૨૬૨૦૧૩૯ whatsapp સેવા કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં નોંધણી કાર્ડ નો ફોટોગ્રાફ મોકલી ઘર બેઠા નામ નોંધણી રીન્યુલ કરાવી શકાશે. કચેરી દ્વારા કાર્યરત કરવામાં આવેલ પ્રસ્તુત ડિજિટલ સેવાઓ સંબંધિત વધુ માહિતી અને માર્ગદર્શન માટે રોજગાર સેતુ કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જૂનાગઢ જિલ્લા રોજગાર અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
