Gujarat

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઉભરાતા ગટરના પાણીથી રોગચાળો ફેલાવાની શક્યતા

સાગર નિર્મળ
જૂનાગઢ
આરોગ્યની બાબતમાં જૂનાગઢનું તંત્ર નિદ્રાધીન
આરોગ્યની સુખાકારી માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં અતિઆધુનિક સિસ્ટમથી અનેક સારવારો થઈ રહી છે અને  લોકો દૂર દૂરથી સારવાર લેવા માટે આવી રહ્યા છે. બીજી તરફ સિવિલમાં ગંદકીનું સામ્રાજ્ય છવાતું નજરે જોવા મળે છે. સ્વચ્છતાનો અભાવ હવે હોસ્પિટલ બહાર પણ જોવા મળી રહ્યો છે, ગટરનું ઉભરાતું ગંદુ પાણી ખૂબ જ દુર્ગન્ધ ફેલાવી રહ્યું છે અને માખી તેમજ મચ્છરજન્ય જંતુઓનો ઉપદ્રવ પણ વધ્યો છે ત્યારે સામાજિક કાર્યકર જય સુવાગિયા એ આ ગટરનું વહેતુ ગંદુ પાણી અંગે નિદ્રાધીન તંત્રને યોગ્ય કર્યાવહી  કરે તેવી રજુઆત કરી હતી, હાલ સિવિલ હોસ્પિટલની બહાર બંને સાઈડના દાખલ દરવાજા પાસે રોજ ગંદા પાણીની ગટરનું પાણી છલકાતા દર્દી તેમજ દર્દી ના સગા સબંધીઓને પણ અવર જવરમાં મુશ્કેલી પડે છે ત્યારે દર્દીઓ તેમજ લોકો સાજા થવાને બદલે ક્યાંકને ક્યાંક આવી ગંદકીથી વધુ બીમાર પડતા હોય તેવું જણાય આવે છે, આ બાબતે તંત્ર કેમ જાણતું હોવા છતાં પણ અજાણ બની રહ્યું છે. આવા અનેક તર્કવિતર્ક સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે
સાગર નિર્મળ
જૂનાગઢ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *