Gujarat

જેતપુરનાં ગુજરાતીની વાડી વિસ્તારમાં પૂર્વ પતિ તેમજ ભત્રીજાએ સાથે મળી પત્નિને ગળાનાં ભાગે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી

સવારમાં ઘટેલી ઘટનાથી વિસ્તારમાં ફિટકાર વરસી રહ્યો છે: બંને આરોપીઓને પકડી પાડવા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો
ઘટના પ્રમાણે ગુજરાતી વાડી, ભાવિકનગર વિસ્તારમાં રહેતા પ્રશનબેન (ઉ.વ.૪૦) પોતાના પુત્ર અને પુત્રી સાથે પોતાને ઘેર હતા ત્યારે તેનો પતિ અને ભત્રીજાએ આવી ગળાનાં ભાગે છરીના ઘા ઝીંકી પ્રશનબેન ગંભીર ઇજાઓ કરી મોતને ઘાટ ઉતારી બંને વ્યક્તિઓ નાસી છૂટેલ.
હત્યાનો બનાવ બનતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. લોકોના ટોળેટોળા ઉમટી પડેલ. મૃતક મહિલા  સંતાનમાં એક ૧૪ વર્ષની દીકરી અને ૧૨ વર્ષનો દિકરો છે. પુત્રીએ જણાવેલ કે, પોતાની માતાને પિતા અને ભત્રીજો બંનેએ ઘરમાં આવી બોલાચાલી કરી છરી વડે ગળુ કાપી શરીરે આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાસી છૂટયા હતા.
આ અંગેની જાણ પાડોશીઓને થતાં મહિલાઓએ પોલીસને જાણ કરેલ જેથી સીટી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ૧૦૮ને જાણ કરેલ. તેના દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડેલ જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરેલ.
જેતપુરના ગુજરાતી વાડી વિસ્તારમાં ભાવિક નગરમાં આજે સવારનાં છરીથી ગળુ કાપી પતિએ પૂર્વ પત્નીની હત્યા કરી નાખતા શહેરભરમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે. આ ઘટનાની જાણ થતા જ શહેર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. તેમજ મરનાર મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
જેતપુરનાં ગુજરાતી વાડી વિસ્તારમાં કાઠી શાંતુભાઈ કહોર અને તેમના પત્ની પ્રસન્નબેન બંને બાળકો સાથે રહેતા હતા. દરમિયાન બંને પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતાં ચારેક માસ પહેલા બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા. અને ગુજરાતી વાડી વિસ્તારમાં જ બંને આમને-સામને મકાનમાં રહેતા હતા.
દરમિયાન આજે સવારનાં શાંતુભાઈ કહોરે અન્ય એક કાઠી શખ્સ સાથે તેમના પૂર્વ પત્ની પ્રસન્નબેનના ઘરે દોડી જઇ પ્રસન્નબેન કઇ સમજે તે પહેલા જ તેમનું ગળું છરીથી કાપી નાખતા તેમનું ઘટનાસ્થળે જ ઢીમ ઢળી હતું. દરમિયાન આ ઘટનાને પગલે શોરબકોર થતાં તેમના બંને બાળકો જાગી ગયા હતા અને આસપાસના રહેવાસીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
દરમિયાન, પ્રસન્નબેનના પૂર્વ પતિ શાંતુભાઈ કહોર અને તેની સાથેનો અન્ય એક આરોપી આ ઘટના બાદ બાઈક લઇ ફરાર થઇ ગયા હતા. આજે સવારનાં જ ગુજરાતી વાડી વિસ્તારમાં આ હત્યાની ઘટના ઘટતાં શહેરભરમાં ભારે ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે.
પોલીસે પ્રાથમિક તપાસ કરતા જાણવા મળેલ કે પ્રસન્તબેન કાઠીના છૂટાછેડા થયેલ હોય તેઓ તેના પુત્ર અને પુત્રી સાથે અલગ રહેતા હતા. ત્યારે આજે સવારે ૯.૪૫ વાગ્યાના અરસામાં શાંતુભાઇ અને તેનો ભત્રીજો બંને ઘરમાં ઘુસી કોઇ કારણોસર છરીના ઘા ઝીંકી નાશી છૂટેલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી બન્ને આરોપીઓને પોલીસે પકડવા ચક્રો ગતિમાન કર્યા છે
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220314-183531__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *