Gujarat

જેતપુરનાં બાપુની વાડી વિસ્તારમાં મહિલાનો પાણી રોડ રસ્તા બાબતે  હલ્લાબોલ…

મોદી સરકારના 8 વર્ષની ઉજવણી વેળાએ સ્થાનિક નગરપાલિકા સામે હલ્લાબોલને લઈ જિલ્લા ભાજપ મંત્રીએ કર્યું સરપ્રાઈઝ ચેકીંગ…
ખૂદ રાજકોટ જિલ્લા ભાજપ મંત્રીએ પણ કબૂલ્યું નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે ઓરમાયું વર્તન અને રોડ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર …
રાજકોટ જિલ્લ્લામાં ભારતીય જનતા પક્ષ દ્વારા નરેન્દ્ર મોદી સરકારના 8 વર્ષના સુશાસનની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે રાજ્યના માજી કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાના રાજકોટના જેતપુરમાં નગરપાલિકા વોર્ડ નંબર 7 બાપુની વાડી વિસ્તારમાં મહિલા દ્વારા રોડ, રસ્તા, પાણીની સમસ્યાઓથી ત્રાહિમામ પોકારી ઊઠયા હતા અનેક રેલીઓ યોજીઓ હતી .ભાજપ સાશિત જેતપુર નગરપાલિકા સાશનના ચાર વર્ષ પૂરા થતાં હોઈ ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે નગરપાલિકાના તંત્રએ 3 મહિના પહેલા રોડ બનવવાનું કાર્ય ચાલુ કરેલ જે ગોકળ ગતિએ ચાલતું હતું તેમજ કામ છેલ્લા ઘણા સમયથી બંધ છે જેથી આખરે આજે આ વિસ્તારની મહિલાઓએ હલ્લાબોલ કરી ભૂગર્ભ ગટર,મોટી પાણીની પાઇપ તેમજ રોડ બનાવવામાં આવે તેવી માંગણીઓ કરી હતી આ બનાવને લઈને રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી બિંદીયાબેન મકવાણા પણ રિયાલીટી ચેક કરવા દોડી ગયા હતા.
બિંદીયાબેન મકવાણાએ પણ વોર્ડ નંબર-7 ના રહીશોના પ્રશ્ર્નો ચેક કરતા રોડ રસ્તાના કામોમાં લોલંલોલ ચાલતુ હોવાની વિગતો બહાર આવ્યાની સાથે માજી કેબિનેટ મંત્રીએ સૂચન કરેલ કામો પણ સ્થાનિક નગર પાલિકા કરતી નથી તેવા આક્ષેપો કરતા કહ્યું કે જેતપુર નવાગઢ નગરપાલિકા માં ભલામણથી જે મહિલા ઉમેદવારોને ટિકિટો આપવામાં આવી હતી એ મહિલાઓ ક્યારે પણ ઘરની બહાર નીકળી નથી સાથે જ ભાજપ મંત્રીએ જેતપુર નવાગઢ નગરપાલિકામાં ચૂંટાયેલ મહિલા પ્રમુખ,સભ્યોના જ પતિદેવો રાજ કર્તા હોવાના આક્ષેપો સાથે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધી કરવામાં લોકોને રુવાબ બતાવી રહ્યા હોઈ આ વિસ્તારમાં ખુદ જિલ્લા ભાજપ મંત્રીએ મુલાકાત લેતા અહીંની સ્થાનિક મહિલાઓ મંત્રીને કહ્યું હતું કે 3 મહિનાથી આ વિસ્તારમાં રોડનું કામ અટકેલ પડ્યું છે પરતું પહેલા પાણી માટે મોટી લાઇન નાખવામાં આવે તેમજ ગટરનું પાણી જે પીવાના પાણી સાથે મિક્ષ થઈ રહ્યું હોઈ જેથી આ ગટર તેમજ પીવાના પાણીની લાઈન મોટી નાખી સરખી કરવામાં આવે તેવી માંગ કરી રહી છે
 આ બાબતે જેતપુર નગરપાલિકા ક્યાંક આ વિસ્તારના લોકો સાથે ઓરમાયું વર્તન કરી રહ્યું હોઈ તેવું ખુદ મંત્રીએ સ્વીકાર્યું હતું સાથે અનેક આક્ષેપો સ્થાનિક નેતાગીરીઓ ઉપર કરવામાં આવ્યા હતા.જેમને લઈને આવનારા સમયમાં જેતપુરમાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળે તો નવાઈ નહિ
જેતપુરનાં વોર્ડન 7 બાપુની વાડી વિસ્તારમાં રહેતી સ્થાનિક મહિલા ડિમ્પલબેન મકવાણા એ જણાવ્યું હતું કે છેલ્લા 3 મહિના થી રોડનું કામ રોકાઈ ગયું હોઈ તેમજ આ રોડ બનતો અટકેલો પડ્યો હોવાથી ભૂગર્ભ ગટરનાં પાણી પણ ઘરમાં પહોંચે છે તેમજ  પાણી પણ નથી મળી રહ્યું જેથી અનેક વાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી અહીંની સ્થાનિક મહિલાઓએ હલ્લાબોલ સાથે માંગ કરી હતી કે પૂરતું પાણી આપવામાં આવે ભૂગર્ભ ગટરની સરખી વ્યવસ્થા કરવામાં આવે તેમજ સારો રોડ બનાવી આપવામાં આવે
શહેરની બાપુની  વોર્ડ ન 7 માં આવેલ કોળી લાઇન વિસ્તારમાં રહેતી મહિલાભાવનાબેન રાઠોડ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી રોડનું કામકાજ ચાલુ હોય જેના લીધે પાણી નથી મળી રહ્યું અને જે પાણી આવી રહ્યું છે તે ભૂગર્ભગટરનું મિક્સ પાણી આવી રહ્યું છે રોડ પહેલા પાણીની મોટી લાઇન નાખવામાં આવે તેમજ ભૂગર્ભગટરની સરખી વ્યવસ્થા કરવામાં આવે તેવી મહિલાઓએ હલ્લાબોલ સાથે માગણી ઉચ્ચારી છે.ત્યારે જેતપુર નગર પાલિકા તંત્ર લોકોની માંગ સંતોષશે કે નહી એ તો આગામી સમય જ બતાવશે
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220604-190150__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *